કેશુભાઈના અંતિમ દર્શન કરી મહાનુભાવોએ અર્પણ કરી પુષ્પાંજલિ, રાજકીય સન્માન સાથે થશે અંતિમ વિધિ

  • October 29, 2020 04:57 PM 718 views

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નશ્વરદેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે રાખ્યો હતો. અહીં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યસભાના સભ્ય નરહરી અમીન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના ગર્વનર આચાર્ય દેવવ્રત કેશુભાઈના અંતિમ દર્શને પહોંચ્યા હતા. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા કેશુભાઈ પટેલને પુષ્પાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ કેશુભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. 


ભાજપના નેતાઓ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, કોંગ્રેસના હાર્દિક પટેલ સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા. અહીં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન બાદ કેશુભાઈના પાર્થિવ દેહને કમલમ કાર્યાલય ખાતે લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ આ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ અંગે જાહેરાત કરી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application