કેશોદ: સગીરાને છરીના ઘા ઝીંકી હુમલો કરનાર ધરારપ્રેમી ઝડપાયો

  • March 28, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદના કોલેજ રોડ પર આવેલા ગાયત્રી  મંદીરની સામે રહેણાંક મકાનમાં ફરિયાદી સગીરાની બહેન સાબુ લેવાં બજારમાં જતાં પોતાનો જ માસીયાઈ ભાઈ એકતરફી પ્રેમમાં બે વર્ષ જેવાં સમયથી લગ્ન કરવા દબાણ કરતો હોય આવેશમાં આવી ગળું દબાવી આડેધડ છરીનાં ઘા ઝીંકી મરણ પામ્યાનું માની નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં સગીરાને કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં કીશનગીરી દીનેષભાઇ મેઘનાથી રહે.સાસણ રેલ્વે પાટા નજીક તા.મેંદરડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદમાં પરિવાર સાથે રહેતી સગીરાનો માસીનો દીકરો ભાઇ થતો હોય એક બીજા સાથે ભાઇ બહેનના સંબંધ હોય પરંતુ કિશન સગીરાને   એક તરફી પ્રેમ કરતો હોય જેથી સગીરાના ઘરે આવી બેસી સગીરાને એકલી જોઇ તારે મારી સાથે લગ્ન કરવા પડશે નહી કરે તો કા હું મરી જઇશ કા તને મારી નાખીશ તેવુ કહી લગ્ન કરવા માટે બળજબરી દબાણ કરતાં સગીરાએ લગ્ન કરવાની ચોખ્ખીના પાડતા કીશનને પોતાના કમરના ભાગેથી છરી કાઢી સગીરાનું  ગળુ પકડી મારી નાખવાના ઇરાદે છરીથી છાતીના ભાગે છ ઘા બન્ને પગોના ભાચે ચાર-ચાર ઘા પાછળના ભાગે એક ઘા ડાબા હાથે કાંડા ઉપર એક ઘા તથા ટચલી આંગળી ઉપર એક ઘા તથા જમણા હાથમાં અંગુઠાના ભાગે એક ઘા મારી ઉપરા છાપરી ૧૮ જેટલા ઘા મારી જીવલેણ હુમલો કરી સગીરા જમીન ઉપર ઢળી પડતા મરી ગયેલ સમજી નાશી ગયેલ કેશોદ પોલીસે હુમલાખોર કિશનની સાસણ ખાતેથી અટક કરી કોરોના ટેસ્ટ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application