કેરળ માટે કાળ બન્યો કોરોના બીજી લહેર બાદ પહેલીવાર એક દિવસમાં નોંધાયા ૨૨,૦૦૦ નવા કેસ

  • July 28, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૧ દિવસના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા એક જ દિવસમાં : દેશમાં ઘટી કોરોનાની ગતિ પરંતુ કેરળની સ્થિતિ ચિંતાજનક

 દેશભરમાં કોરોનાના કેસના આંકડા ઘટી રહ્યા છે અને લોકો તેમજ સરકાર રાહતનો શ્વાસ લઈ રહી છે તેવામાં દક્ષિણના રાજ્ય કેરળે વધુ એકવાર ચિંતા વધારી છે. અહીં મંગળવારે રેકોર્ડ બ્રેક કેસ એક જ દિવસમાં નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના ૨૨,૧૨૯ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૫૧ દિવસોમાં પહેલીવાર કોઈ રાયમાં ૨૦૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. રાયમાં સંક્રમણ દર ફરી એકવાર ૧૨ ટકાથી વધી ગયો છે. કેરળ રાજ્યમાં સંક્રમણના નવા કેસથી ચિંતા વધી ચુકી છે.

 


રાજ્યમાં એક જ દિવસની અંદર ૧૫૬ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કેરળમાં ૧૬ હજાર ૩૨૬ દર્દીઓના જીવ કોરોનાએ લીધા છે. ચિંતાની વાત એ છે કે નવા દર્દીઓમાં ૧૧૬ સ્વાસ્થ્યકર્મીઓ છે.

 


રાજ્યમાં ૧૩ હજારથી વધુ દર્દી સંક્રમણ મુકત થયા હતા જેના કારણે અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા ૩૧,૪૩,૦૪૩ થઈ છે. રાયમાં ૧ લાખ ૪૫ હજાર ૩૭૧ કોરોનાના દર્દીઓની સારવાર ચાલે છે.

 


રાયમાં પાંચ જિલ્લામાં સંક્રમણના ૨૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ ૪૦૩૭ કેસ મલાપ્પુરમથી સામે આવ્યા છે. ત્યારબાદ ત્રિશૂરમાં ૨૬૨૩, કોઝિકોડમાં ૨૩૯૭, એર્નાકુલમથી ૨૩૫૨, પલક્કડમાં ૨૧૧૫, કોલ્લમમાં ૧૯૧૪ અને કોટ્ટાયમથી ૧૧૩૬ કેસ નોંધાયા છે. આ સિવાય પણ અહીંના કેટલાક શહેરોમાં રોજના ૧૦૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS