ચાલુ મેચ દરમિયાન દર્શકોએ ખેલાડીની મજાક ઉડાવતા તેના પર ફેંકી વસ્તુઓ : 15 વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર
કેરળમાં વિદેશી ફૂટબોલરો સાથે દર્શકોએ શરમજનક વર્તન કર્યું છે. અહી વિદેશી ખેલાડીઓ જાતિવાદનો શિકાર બન્યા છે. તાજેતરમાં ઉત્તર કેરળમાં સ્થાનિક ક્લબો વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી. મેચ દરમિયાન દર્શકોના ટોળાએ આઇવરી કોસ્ટના એક ફૂટબોલ ખેલાડીને માર માર્યો હતો. પોલીસે બુધવારે માહિતી આપી કે આ મામલામાં 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ ઘટના એક વીડિયો સોશિયલ મીડીયા દ્વારા સામે આવ્યો હતો. વિદેશી ખેલાડીએ મંગળવારે મલપ્પુરમ જિલ્લા પોલીસ વડાને આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, મેચ દરમિયાન કેટલાક દર્શકોએ તેની સાથે રેશિયલ અબ્યુઝ કર્યો હતો. એટલું જ નહીં, ખેલાડી પર પથ્થરમારો કરવાની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.
પોલીસે 15 લોકોને રિમાન્ડ પર લીધા છે. તમામ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના ઉત્તર કેરળના એરિકોડ પાસે બની હતી. આ વિસ્તાર ફૂટબોલ પ્રત્યેના લોકોના જુસ્સા માટે ખૂબ પ્રખ્યાત છે. એરિકોડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ માહિતી આપી હતી કે ખેલાડીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં ભાષાની સમસ્યાને કારણે થોડો સમય લાગ્યો હતો.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને, કલમ 308 (દોષપૂર્ણ હત્યાનો પ્રયાસ) અને 153એ (ધર્મ અથવા જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. અધિકારીએ એ પણ પુષ્ટિ કરી કે કેટલાક દર્શકો ખેલાડીની મજાક ઉડાવતા અને તેના પર વસ્તુઓ ફેંકતા જોઈ શકાય છે. આ બાદ ખેલાડી ગુસ્સામાં તેમની તરફ જતો જોઈ શકાય છે. જેના કારણે ત્યાં હાજર લોકો ઉશ્કેરાયા હતા. તેઓએ મેદાનમાં તેનો પીછો કર્યો અને તેને માર માર્યો. તે વિદેશી નાગરિક હોવાથી અમે તેની ફરિયાદને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. ખરેખર શું થયું તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech