પાકિસ્તાન સાથે યુધ્ધ થાય તો રાજ્યોએ હથિયાર ખરીદવા નીકળવાનું? કેજરીવાલ

  • May 27, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં વેધક સવાલ કર્યો છે કે, મને સમજાતું નથી કે આપણો દેશ કેન્દ્રીય સ્તરે વેક્સિન કેમ ખરીદતો નથી. રાજ્યો તાત્કાલિક વિદેશી કંપ્નીઓ પાસેથી વેક્સિન ક્યાંથી ખરીદી શકે? કોરોના સામે આ રાષ્ટ્રીય યુદ્ધ છે તેમાં રાજ્યો પોતપોતાની રીતે કોરોનાનો સામનો કરવા હથિયાર ખરીદવા નીકળશે? શું આવતીકાલે પાકિસ્તાન આક્રમણ કરશે તો બધા રાજ્યોએ પોતપોતાના હથિયારો અને દારૂગોળો ખરીદવા નીકળવું પડશે? ઉત્તરપ્રદેશ પોતાની ટેન્કો પોતાની જાતે ખરીદશે અને દિલ્હીએ પોતાની બંદુકો જાતે ખરીદવી પડશે? ઉલેખનીય છેકે તેમણે દિલ્હીના નાગરિકોને વેક્સિનેશન પાર પાડવા માટે જ રશિયાની સ્પુતનિક- વેક્સિનનો સોદો પાર પાડયો હતો. કેજરીવાલે કેન્દ્રને પડકાર કર્યો હતો કે બધા રાજ્યોને વિદેશી વેક્સિન ઉત્પાદક કંપ્નીઓ સાથે પોતપોતાની રીતે સોદા કરીને વેક્સિન મેળવવા છોડી દેવાને બદલે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝુંબેશમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ અને તાકીદે આંતરરાષ્ટ્રીય બજારમાંથી વેક્સિન મેળવીને રાજ્યોને પૂરી પાડવી જોઈએ.
વિદેશી કંપ્નીઓ પાસેથી વેક્સિન ખરીદવા માટે રાજસ્થાન સરકારે બહાર પાડેલું ટેન્ડર નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારની ફરિયાદ છે કે સ્પુતનિક, રિથેરા, એસ્ટ્રાઝેનેકા, કોવિશીલ્ડ કંપ્નીઓને બદલે તેમના વિતરકો ઓફર લઈ આગળ આવી રહ્યા છે અને 300 રૂપિયાની વેક્સિન માટે 900 રૂપિયાની માગ કરી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકા પણ 500 રૂપિયાથી વધારે માગી રહી છે, જ્યારે કે તેનું ઉત્પાદન ભારતની સીરમ ઈન્સ્ટિટયૂટ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS