સુરતમાં આજે કેજરીવાલનો મેગા રોડ શો: સાંજે જાહેરસભા

  • February 26, 2021 01:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ ખુદ દિલ્લીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરત આવ્યા છે. કેજરીવાલ એયરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ ગયા હતા અને સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલ સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી.. તેઓ બપોરે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકડીથી રોડ-શો યોજશે.

 

આ રોડ શો માનગઢ ચોકથી શરૂ થઈ હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા થઈ સરથાણા જકાતનાકા ખાતે રોડ શો પૂર્ણ થશે. જ્યાં કેજરીવાલ એક જનસભાને સંબોધન કરશે. તો સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ફરી દિલ્લી જવા રવાના થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application