ઘરમાં આ ચીજ વસ્તુઓ રાખવાથી થાય છે દેવી લક્ષ્મીનો કાયમી નિવાસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હિન્દુ ધર્મમાં પૂજાપાઠને વિશેષ મહત્વ આપવામાં આવે છે, ખાસ કરીને ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારે પૂજન અર્ચન કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કેટલીક ચીજવસ્તુઓ એવી હોય છે જેમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે એવામાં  આ જવસ્તુને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ ચીજ વસ્તુ છે જેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.

 

ચાંદીના સિક્કા

 

ચાંદીના સિક્કા ધનની દેવી લક્ષ્મને ખુબ પ્રિય હોય છે, એવી માન્યતા છે કે તેમાં દેવી લક્ષ્મી વાસ કરે છે. એવામાં પૂજાના સ્થળમાં તેને રાખી અને તેની પૂજા કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે.

 

શંખ

 

પૂજા દરમિયાન શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર બને છે. તેમજ દેવી લક્ષ્મીની અપાર કૃપા પરિવારમાં બનેલી રહે છે. હિન્દુ ગ્રંથ વિષ્ણુ પુરાણ અનુસાર શંખમાં  પણ દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે.

 

ઝાડુ

 

એવી માન્યતા છે કે જે ઘરમાં સાફ-સફાઈ યોગ્ય થશે તે ઘરમાં દેવી લક્ષ્મી વાસ કરે છે. આ માટે ઘરમાં ઝાડૂ આવશ્યક છે, વાસ્તુ પ્રમાણે ઘરમાં સફાઈ ન થતી હોય ત્યાં દેવી લક્ષ્મી નિવાસ કરતી નથી. ઝાડુને ક્યારેય પગ લગાડવો જોઈએ નહીં અને આ સિવાય તેને દાન કરવાથી લક્ષ્મી દેવી કોપાયમાન થઈ શકે છે.

 

તુલસી

 

હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાની સાથે સાથે તેને આંગણામાં રાખવાથી આર્થિક સમસ્યાઓમાં રાહત મળે છે. રોજ  તેના  પર જળ ચઢાવવાથી અને ઘીનો દીપક પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેને ઘરના પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવું ખૂબ જ શુભ ફળદાયક હોય છે.

 

શેરડી

 

શેરડી પણ ધનની દેવી લક્ષ્મીને અતિ પ્રિય હોય છે આ માટે ખેતરમાં તેને ઉગાડવું શુભ માનવામાં આવે છે, તમે તેને ઘર પર ઉગાડી શકતા નથી, આ માટે એકાદશી કે પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણને તેનો ભોગ ચઢાવવામાં આવે છે જેથી આર્થિક તંગી દૂર થઈ  અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

 


કમળનું ફૂલ

 

કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે, તે હંમેશા આ  ફૂલ પર બેઠેલી જોવા મળે છે. એવામાં આ ફૂલમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે ઘરના મુખ્ય દ્વાર પર એક કળશમાં પાણી અને કમળનું ફૂલ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મી સ્થિર થઈને રહે છે. આ સિવાય રોજ કમળનું ફૂલ માતાજીને ચઢાવવા થી કે પોતાની તિજોરીમાં રાખવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS