KBC જીત્યા બાદ જીવનનો સૌથી ખરાબ સમય શરુ થયો : સુશીલ કુમાર

  • September 14, 2020 04:21 PM 490 views

 
અમિતાભ બચ્ચન ટુંક સમયમાં લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન સાથે ટીવી પર જોવા મળશે. આ શોના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો કરોડપતિ અને લખપતિ બન્યા તેમાં સૌથી વધુ ચર્ચા થઈ હતી સુશીલ કુમારની. સુશીલ કુમાર કેબીસીની 5મી સીઝનનો વિનર હતો. જો કે કેબીસીની 12મી સીઝન આવી રહી છે ત્યારે સુશીલ કુમારે તેના ફેસબુક પર એક પોસ્ટ શેર કરી અને કેબીસીમાં કરોડપતિ બન્યા બાદ શરુ થયેલા તેના સંઘર્ષની વાત કહી હતી. સુશીલ કુમારે કહ્યું હતું કે સેલિબ્રિટી બન્યા બાદ જ તેના જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો.

 

 
સુશીલ કુમારે લખ્યું છે કે 'કેબીસી જીત્યા બાદ જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. 2015-16નો સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. કંઈ જ ખબર પડતી નહોતી કે હું શું કરું.  મહિનામાં 10-15 દિવસ બિહારમાં ક્યાંકને ક્યાંક પ્રોગ્રામમાં જવાનું થતું. જેના કારણે ભણવાનું છૂટી ગયું. તે સમયે હું મીડિયા અંગે ઘણો જ ગંભીર હતો. આ જ કારણે હું કોઈ પણ અનુભવ વગર એ બિઝનેસ કરવા લાગતો, જેમાં મને કંઈજ ખબર ના પડતી હોય.  હું બેકાર નથી તે જણાવવા માટે જે બિઝનેસ કર્યા એ થોડાં દિવસ બાદ મારે બંધ કરી દેવા પડતા હતા.

 

તેણે આગળ લખ્યું હતું કે કેબીસી બાદ હું દાનવીર બની ગયો હતો અને ગુપ્તદાન કરતો હતો. મહિને 50 હજારથી વધુ રૂપિયાનો હું ખર્ચ કરતો હતો. આ જ કારણથી કેટલાંક ચાલુ ટાઈપના માણસો મારી સાથે જોડાઈ ગયા હતા અને મને છેતરવા લાગ્યા. 

 

આ સંગતની અસર મારા પરિવાર પર પડી હતી. મારી પત્ની સાથેના સંબંધો ખરાબ થઈ રહ્યા હતા. તે ઘણીવાર મને કહેતી કે તમે સાચા અને ખોટા લોકોની ઓળખ કરી શકતા અને ભવિષ્યની કોઈ ચિંતાનથી. આ બધું સાંભળીને મને લાગતું કે તે મને સમજી શકતી નથી અને આ વાત પર અમારી વચ્ચે બહુ જ ઝઘડાઓ થતાં હતાં.

 

આ બધાની વચ્ચે કેટલીક સારી બાબતો પણ મારી સાથે બની હતી. દિલ્હીમાં મેં કેટલીક કાર ખરીદી હતી અને તે કાર મિત્રને ભાડે આપીને ચલાવવા આપી હતી. આથી જ દર મહિને હું કેટલાંક દિવસ દિલ્હી જતો હતો. આ દરમિયાન મારી મુલાકાત જામિયામાં મીડિયાનો અભ્યાસ કરતાં યુવકો સાથે થઈ હતી, પછી મને લાગતું કે હું તો કૂવાનો દેડકો છું. મને તો આ બધા વિશે કંઈ જ ખબર નથી. આ તમામની વચ્ચે મને દારૂ તથા સિગારેટની લત લાગી ગઈ.

 

એક દિવસ પત્ની સાથે બહુ મોટો ઝઘડો થયો અને તે પિયર જતી રહી. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી. તે સમયે મને અહેસાસ થયો કો જો સંબંધો બચાવવા છે તો મારે બહાર નીકળવું પડશે. ફિલ્મ ડિરેક્ટર બનવાનું સપનું લઈને હું બિલકુલ નવી ઓળખ સાથે બહાર આવ્યો. મારા પ્રોડ્યૂસર મિત્રને વાત કરી અને તેણે મને ફિલ્મ ટેક્નિક સંબંધીત સવાલો કર્યા હતા પરંતુ હું જવાબ આપી શક્યો નહીં.

 

એક મોટા પ્રોડક્શન હાઉસમાં આવીને કામ કરવા લાગ્યો. અહીંયા વાર્તા, સ્ક્રીનપ્લે, ડાયલોગ કોપી, પ્રોપ અને અગણિત વાતોને સમજવાની તક મળી. ત્યારબાદ મારું મને બેચેન રહેવા લાગ્યું. અહીંયા તો માત્ર ત્રણ જ જગ્યા- આંગણું, કિચન તથા બેડરૂમમાં જ શૂટિંગ થતું હતું. હું તો ડિરેક્ટર બનવાનું સપનું લઈને આવ્યો હતો અને એક દિવસ તે સપનાને અધૂરું મૂકીને ગીતકાર મિત્રની સાથે તેના જ રૂમમાં રહેવા લાગ્યો. આખો દિવસ એકલો રહેતો અને વાંચતો રહેતો હતો. આ દરમિયાન મને મારા વ્યક્તિત્વની અલગ ઓળખ થઈ અને મને ખ્યાલ આવ્યો કે મારું મન શેનાથી ખુશ થશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application