કેબીસીની 12  સીઝનમાં પહેલી વાર ચાલુ શોમાં કોમ્પ્યુટરજી થયા બંધ, ચોંકી ગયા અમિતાભ બચ્ચન પણ

  • October 28, 2020 02:21 AM 1216 views

કેબીસી 12માં તાજેતરના એપિસોડમાં એવી ઘટના બની છે જે ક્યારેય બની નથી. આ એપિસોડ એકદમ રસપ્રદ હતો. અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર પટનાના રાજ લક્ષ્મી સાથે શોની શરૂઆત થઈ હતી. શોમાં રાજ લક્ષ્મીએ શાનદાર રમત રમીને 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા હતા. ત્યારપછી રાજ લક્ષ્મીએ આ શો ક્વીટ કર્યો હતો અને ફરીથી અન્ય લોકો સાથે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ રમાયો. આ રાઉન્ડમાં જીત્યા પછી સ્વપ્નીલ  હોટ સીટ પર આવ્યો.જો કે આજના એપિસોડમાં કંઈક એવું બન્યું જે આજદિન સુધી બન્યું નથી.


કેબીસીની 12 સીઝનમાં પ્રથમ વખત બન્યું કે કોમ્પ્યુટર બંધ થયું હોય. અમિતાભ બચ્ચન સ્વપ્નીલને પ્રશ્ન પૂછવા જઇ જ રહ્યા હતા કે અચાનક કમ્પ્યુટર બંધ થઈ ગયું. આ પ્રથમ વખત હતું કે કેબીસીનો દારોમદાર જેના પર છે તે કોમ્પ્યુટર બંધ થયું હોય. અમિતાભ બચ્ચન પણ આ તકે ચોંકી ગયા હતા. તેમણે સ્થિતિને સંભાળતા કહ્યું કે, કમ્પ્યુટરજી પણ અટવાઈ ગયા છે. જો કે, થોડી જ સેકંડમાં કમ્પ્યુટર પણ ફરીથી શરુ થઈ ગયું અને શો શરુ થયો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application