કૈટરીના કૈફથી લઈ ઋત્વિક રોશન સુધીના સ્ટાર રહે છે ભાડાના મકાનમાં, જાણો શું છે કારણ

  • June 21, 2021 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જે કરોડોના માલિક છે, પરંતુ તેમનું પોતાનું ઘર નથી.. આ વાત સાંભળીને થોડું વિચિત્ર લાગશે પણ આ સાચું છે. કેટરિના કૈફ, ઋત્વિક રોશન, જેક્લીન ફર્નાન્ડીઝ જેવા કલાકારો ભાડા પર રહેવાનું પસંદ કરે છે. તેમના મતે ભાડે એપાર્ટમેન્ટમાં રહેવાના ઘણા ફાયદા છે. જેમકે તે સ્ટુડિયોની નજીક હોવાથી શૂટ સુધી પહોંચવામાં સરળતા રહે છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ શરૂઆતમાં મુંબઈ આવી ત્યારે તે ઘણી જગ્યાએ ભાડે એપાર્ટમેન્ટ રાખી તેમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે સૌથી વધુ સમય કાર્ટર રોડ પર આવેલા સિલ્વર સેન્ડ્સ અપાર્ટમેન્ટમાં રહી છે. તે સમયે તે તેના પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે રહેતી હતી. બ્રેકઅપ પછી પણ તે લાંબા સમય સુધી આ જ મકાનમાં રહી હતી. આ મકાનનું ભાડુ દર મહિને 15 લાખ રૂપિયા હતું. બાદમાં તે બાંદ્રાના એક પેન્ટહાઉસમાં શિફ્ટ થઈ છે. 

 

ઋત્વિક રોશન જૂન 2020 થી જુહુમાં સી ફેસિંગ અપાર્ટમેન્ટમાં રહે છે. તેનું ઘર અક્ષય કુમારના ઘરની બાજુમાં છે. આ ઘર તેણે ભાડે રાખ્યું છે અને તેનું ભાડુ દર મહિને આશરે 8 લાખ 25 હજાર રૂપિયા છે.

 

જેક્લીન ફર્નાન્ડીઝ પ્રિયંકા ચોપરાની ભાડુઆત છે. પીસીએ તેનું લક્ઝરી અપાર્ટમેન્ટ તેને ભાડે આપી દીધું છે. 5 બેડરૂમવાળા આ મકાન માટે તે દર મહિને 6 લાખ 78 હજાર રૂપિયા ચૂકવે છે. હવે ચર્ચાઓ એવી છે કે તે તેના બોયફ્રેન્ડ માટે પણ ઘર શોધી રહી છે. 

 

પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર  સની લિયોનને ભાડે મકાન મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીની મદદથી સનીને અંધેરી વિસ્તારમાં 3 બેડરૂમનું મકાન મળી શક્યું હતું. જોકે સનીએ પોતાનું 4,365 ચોરસફૂટનું અપાર્ટમેન્ટ ખરીદી પણ લીધું છે. 16 કરોડનું આ અપાર્ટમેન્ટ ખરીદીને તે અમિતાભ બચ્ચનની પાડોશી બની છે. તેમનું નવું સરનામું એટલાન્ટિસ અપાર્ટમેન્ટ્સનો 12 મો માળ છે.


 
આ બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મોથી કરોડોની કમાણી કરે છે. તેઓ ગમે ત્યારે તેમનું ઘર પોતાનું ઘર કોઈપણ જગ્યાએ ખરીદી શકે છે, તેમની પ્રોપર્ટી પણ ઘણી છે પરંતુ તેમના આરામને ધ્યાનમાં લેતા, તેઓ ભાડા પર રહેવાનું પસંદ કરે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS