કાશી વિશ્વનાથના ભક્તો નહીં કરી શકે પ્રભુના સ્પર્શ દર્શન, જાણો કારણ  

  • February 21, 2020 09:55 AM 90 views

 

મહાશિવરાત્રિ પર દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વોપરી કાશી વિશ્વનાથને સ્પર્શ કરી આશીર્વાદ લેવાની ઈચ્છતાં ભક્તોની ઈચ્છા પૂર્ણ થશે નહીં.  વારાણસી વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના દિવસે વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને બાબા કાશી વિશ્વનાથના  શિવલિંગ સ્પર્શ દર્શન બંધ કરી દીધા છે.

 


વારાણસી કમિશ્નર દીપક અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી મહાશિવરાત્રીના દિવસે સ્પર્શ દર્શન પર પ્રતિબંધ છે, કારણ કે ભક્તોની સંખ્યામાં આ દિવસે નોંધપાત્ર વધારો થાય છે અને સ્પર્શ દર્શન પર પ્રતિબંધ હોવાના બાબાના દર્શન, પૂજા અને અન્ય વ્યવસ્થાઓ સરળતાથી ચાલે છે. તેમણે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ પર ભક્તોએ ભગવાનની ઝાંખી કરી તુરંત મંદિરમાંથી બહાર નીકળવું પડશે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application