અમદાવાદના ૮ વિસ્તારોમાં કર્યુ જેવી સ્થિતિ

  • April 07, 2020 04:02 PM 733 views

 

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને હવે શંકાસ્પદ વ્યકિતઓને પકડીને આઇસોલેટ કરવાની કાર્યવાહી શ કરવાનો નિર્ણય કર્યેા છે. આ સાથે સરકાર દ્રારા રાયના ૧૫ હોટસ્પોટમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વધુ સખ્તાઇથી લોકડાઉનનું પાલન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

રાયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. યંતિ રવિએ કહ્યું હતું કે સંપૂર્ણ લોકડાઉનમાં કોઇ અંદર જઇ શકશે નહીં અને કોઇ બહાર આવી શકશે નહીં. સૌથી વધુ ટેસ્ટીંગ કરવામાં આવશે. અમદાવાદના આઠ જેટલા વિસ્તારોમાં ફરતા શંકાસ્પદ વ્યકિતઓને પકડીને આઇસોલેટ કરવાની કાર્યવાહી શ કરવાની પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે રાયના આરોગ્ય વિભાગે અમદાવાદમાં એક મોટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત પણ કરી છે.  ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા ૧૬૫ થઇ છે અને કુલ ૧૨ના મોત છે. અમદાવાદના આઠ વિસ્તારોને કલસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ૧૪૦૭૫ જેટલી વસતી કલસ્ટર કવોરેન્ટાઇન થઇ છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં જોવા મળેલા પોઝિટીવ દર્દીઓના કલસ્ટરના પગલે રાય સરકારે આ વિસ્તારમાં કલસ્ટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે, જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યા છે.


આરોગ્ય વિભાગે સઘન સર્વે હાથ ધરીને હાઇ કીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધીને તેમને નિદાન અને સારવાર આપવાનો નિર્ણય કર્યેા છે

 

  • કયા વિસ્તારો

ધ્રૃવનગર, દાણીલીમડા, રસુલાબાદ રોડનો પટૃો, દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, હિરાબાગ, આંબાવાડી, ચામડીયાવાસ, જમાલપુર, માતાવાડી પોળ, દરિયાપુર, મલેકશાહ મસ્જિદ,
દરિયાપુર, ક્રિસ્ટલફલેટ, જમાલપુ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application