પાકિસ્તાન 29 જૂનથી ખુલ્લો મુકશે કરતારપુર કોરિડોર

  • June 27, 2020 03:05 PM 752 views

 

કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે વિશ્વભરના ધાર્મિક સ્થળો બંધ થઈ ગયા હતા. લોકોને આ ચેપથી બચાવવા માટે પાકિસ્તાને પણ કરતારપુર કોરિડોર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે ફરી એક વખત આ કોરિડોર ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ ખુદ આ અંગે માહિતી આપી છે.

 

વિદેશ પ્રધાન કુરેશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું છે કે, આખા વિશ્વમાં ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે, તેથી પાકિસ્તાન પણ કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે અને ભારતીય પક્ષને આ વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેઓ 29 જૂને મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિ નિમિત્તે ભક્તો માટે કોરિડોર ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application