ડિલીવરીના ચાર મહિનામાં જ કરીનાએ ઘટાડ્યું વજન

  • June 05, 2021 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક સ્ત્રીનું વજન ગર્ભાવસ્થા પછી વજન વધી જ જાય છે ત્યારબાદ સ્ત્રીઓની ફરિયાદ હોય છે ક આ વજનથી છૂટકારો મેળવવો સરળ નથી. પરંતુ આ વાત ખોટી સાબિત કરી છે કરીના કપૂર ખાને. કરીનાએ તેના બીજા પુત્રના જન્મ પછીના ચાર મહિનામાં જ તેનો શેપ પરત મેળવી લીધો છે. 

 

અભિનેત્રીએ ફેબ્રુઆરી મહિનામાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. કરીના તેની બીજી ગર્ભાવસ્થા દરમિયાન પણ ઘણી એક્ટિવ રહી હતી. રસપ્રદ વાત એ પણ છે કે કરીના બીજા પુત્રના જન્મ પછીના એક મહિનામાં જ તે કામ પર પરત ફરી હતી. 


 

 

જ્યારે હવે અભિનેત્રીએ વધુ એકવાર તેના ફેન્સને ચોંકાવી દીધા છે. કરીના પુત્રજન્મના ચાર મહિનામાં જ તેના જુના રૂપમાં જોવા મળી રહી છે. તેણે તાજેતરમાં જ કેટલીક તસ્વીરો ઈંસ્ટા પર શેર કરી છે જેમાં તે પોતાનો ફીટ લૂક બતાવી રહી છે.

 

કરીનાએ આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ એક મિરર સેલ્ફી છે, જેમાં અભિનેત્રીનું વજન ખૂબ ઓછું જોવા મળે છે. તે એકદમ સ્લિમ દેખાઈ  છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં કરીના અને સૈફનો સુંદર સ્વિમિંગ પૂલ દેખાઈ રહ્યો છે. કરીના કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે ટુંક સમયમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માં જોવા મળશે  આ ફિલ્મ આ વર્ષે નાતાલ પર રિલીઝ થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS