કરીના કપૂરના બીજા પુત્રની તસ્વીર થઇ લીક, ક્લિક કરીને જુઓ ફોટો
કરીના કપૂરના બીજા પુત્રની તસ્વીર થઇ લીક, ક્લિક કરીને જુઓ ફોટો
April 06, 2021 11:20 AM
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને હજી સુધી મીડિયા અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના બીજા બાળકની કોઈ ઝલક આપી નથી. પરંતુ લાગે છે કે નાના રણધીર કપૂરે ભૂલથી ઈન્સ્ટાગ્રામ પર સૈફિનાના બીજા પુત્રની પહેલી તસવીર લીક કરી દીધી છે. જો કે, રણધીર કપૂરે તુરંત જ તેને ડિલીટ કરી દીધું હતું.
રણધીર કપૂરે તેના પૌત્રના બે ફોટોગ્રાફ્સનો કોલાજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો. પરંતુ લાગે છે કે રણધીર કપૂરે આ તસ્વીર ભૂલથી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. કારણ કે તેણે થોડી મિનિટોમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તે તસ્વીર ડીલીટ કરી નાખી હતી. પરંતુ ચાહકો પણ ઓછા હોંશિયાર નથી, તેમણે રણધીર કપૂરની તસવીર ડિલીટ કરતા પહેલા સ્ક્રીનશોટ લીધા હતા. હવે આ તસવીરો ઇન્ટરનેટ પર એકદમ વાયરલ થઈ રહી છે.
આ પહેલા કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવજાત શિશુ સાથેની પોતાની એક તસવીર શેર કરી હતી, જોકે તેણે વર્ચુઅલ દુનિયામાં પોતાના બીજા બાળકના ચહેરાની ઝલક પણ આપી નહોતી.કરીનાએ 21 ફેબ્રુઆરીએ તેના બીજા બાળકને જન્મ આપ્યો. કરીનાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. કરીના અને સૈફના મોટા પુત્રનું નામ તૈમૂર છે. તૈમૂરનો જન્મ 2016 માં થયો હતો.