કરીના કપૂર ખાને શેર કરી નાના દીકરાની તસવીર

  • March 08, 2021 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરીના કપૂર ખાને અંતે લોકોની આતુરતાનો અંત લાવી નાના દીકરાની પહેલી તસવીર શેર કરી છે. આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે પર કરીના કપૂરે દીકરા સાથેનો એક ફોટો શેર કર્યો છે. કરીના કપૂરે આ ફોટો શેર કર્યાની સાથે જ તે વાયરલ પણ થયો છે. કરીનાના નાના દીકરાની આ તસવીરમાં તેનો ચહેરો બરાબર જોઈ શકાતો નથી. 

 


કરીના કપૂરે બ્લેક એન્ડ વાઈટ તસવીર શેર કરી છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, એવું કંઈ જ નથી જે મહિલા નથી કરી શકતી. બધાને મહિલા દિવસની શુભકામના. કરીનાની આ પોસ્ટ પર સોહા અલી ખાન સહિતની કરીનાની મિત્રોએ પણ કોમેન્ટ કરી છે. 

 

નાના નવાબના દાદી શર્મિલા ટાગોર આ દિવસોમાં દિલ્હી છે અને કોવિડના કારણે તે દિલ્હીથી મુંબઇ જઇ શક્યા નથી અને તે તેના નાના પૌત્રને મળ્યા નથી. ચર્ચા છે કે સૈફ અને કરીનાના બીજા બાળકનું નામ શર્મિલા અને કરીનાની માતા બબીતાના નામ પરથી રાખવામાં આવશે. પરંતુ હજુ સુધી બાળકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS