તૈમૂરને મળ્યો ભાઈ, સૈફ-કરીનાના ઘરે દીકરાનો થયો જન્મ

  • February 21, 2021 09:35 PM 7563 views

કરીના કપૂર ખાને આજે દીકરાને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી કરીનાના બીજા બાળકના જન્મની સતત ચર્ચાઓ થઈ રહી હતી. કરીના અને સૈફે ઓગસ્ટ 2020માં જાહેર કર્યું હતું કે તે બીજીવાર માતા પિતા બનવાના છે. કરીનાના ફેન્સ તેના બીજા બાળકના જન્મને લઈને આતુર હતા. 

કરીનાએ વર્ષ 2016માં તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો. જો કે તૈમૂર અત્યાર સુધીનો સૌથી વધુ લોકપ્રિય સ્ટાર કિડ રહ્યો છે. પરંતુ તેના જન્મ બાદ તેના નામને લઈને ભારે વિવાદ થયો હતો. તૈમૂર હાલ ચાર વર્ષનો છે અને હવે તેના ભાઈનો જન્મ થયો છે. મહત્વપૂર્ણ છે કે કરીના અને બીજા બાળકની સંભાળ લેવા માટે સૈફએ હાલ કામમાંથી બ્રેક લીધો છે. તેઓ કરીનાની ડિલીવરી પહેલા જ નવા ઘરમાં શિફ્ટ થયા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS