કરીનાની નથી ઈચ્છા કે તેના દીકરા કરે બોલિવૂડમાં કામ

  • August 17, 2021 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેના નાના પુત્રના નામને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ સૈફ અને કરીનાની જોડીએ તેમના નાના પુત્રનું નામ જહાંગીર હોવાનું જાહેર કર્યું છે. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. આ સાથે જ જહાંગીરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં હવે કરીનાએ તૈમુર અને જહાંગીર વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેની ઈચ્છા છે કે તેના બંને દીકરા બોલિવૂડમાં ન આવે.

અભિનેત્રીએ આ મુલાકાતમાં જણાવ્યું  હતું કે તેનો નાનો દીકરો માત્ર છ મહિનાનો છે અને તે તેના જેવો જ દેખાય છે જ્યારે તૈમુર સૈફ જેવો દેખાય છે. આ ઈન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે તૈમુરને નવા ચહેરા પસંદ નથી, પરંતુ આ આદત એટલે કે છે કે તેનામાં સૈફની ઘણી ટેવો છે. જ્યારે જેહ સંપૂર્ણપણે અલગ છે. તૈમુર ખૂબ જ સર્જનાત્મક છે, તેને રંગો, પ્રકૃતિનું ચિત્રકામ ગમે છે. તૈમુરને નવી વસ્તુઓ જાણવી અને જોવી ગમે છે.

કરીના કપૂર ખાને અહીં આગળ કહ્યું હતું કે, " હું ઈચ્છું છું કે મારા બંને દીકરા સારા માનવી બને, હું ઈચ્છું છું કે લોકો કહે કે તેઓ સારી રીતે શિક્ષિત થયા છે અને દયાળુ છે. મારી ઈચ્છા એવી પણ છે કે તે બંને ક્યારેય ફિલ્મી દુનિયામાં પગ ન મૂકે. તેને ફિલ્મો સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ, હું પોતે આ નથી ઈચ્છતી. જો તૈમુર મને કહે કે તેણે ફિલ્મો સિવાય બીજી કોઈ બાબતમાં કારકિર્દી બનાવવી છે તો મને ખૂબ આનંદ થશે. તે જે કરવા માંગે છે તેમાં હું તેને સપોર્ટ આપીશ.

 

આ મુલાકાત દરમિયાન કરીનાએ એ પણ કહ્યું કે, જ્યારે પણ તે પાપારાઝી માટે પોઝ આપે છે ત્યારે સૈફ ઘણી વખત તેની મજાક ઉડાવે છે. તે કહે છે કે જ્યારે માતા ખુશીથી ફોટોગ્રાફ્સ માટે પોઝ આપી રહી છે, ત્યારે બાળકો તેને જુએ છે અને પછી તે તેની માતાના પગલે ચાલવાનું પસંદ કરે છે. 

કરીના કપૂર ખાન અને સૈફને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ટ્રોલ થઈ રહ્યા હતા. યૂઝર્સને એ વાતનો રોષ છે કે આ દંપતીએ તેમના બાળકોનું નામ એવા રાજાઓના નામ પર રાખ્યા છે જેમણે ભારતને નુકસાન પહોંચાડ્યું છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS