કરન જોહરે શેર કરી આદિત્ય ચોપડા સાથેની થ્રોબૈક ફોટો, ઓળખો ફોટોમાં નાનું બાળક કોણ છે

  • May 22, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરન જોહરે શુક્રવારે આદિત્ય ચોપડાના જન્મદિવસ પર એક ફોટો શેર કરી હતી. જેમાં કરન જોહર, આદિત્ય ચોપડા સાથે એક નાનુ બાળક પણ જોવા મળે છે. આ ફોટો 20 વર્ષ પહેલા ગોવામાં ક્લિક કરવામાં આવી હતી. આ ફોટો શાહરુખ ખાને ક્લિક કરી હતી. 

 

 

આ ફોટો આદિત્ય ચોપડાના 50માં જન્મદિવસ પર શેર કરી કરવામાં આવી હતી. ફોટોમાં કરન જોહરની સાથે એક બાળક પણ જોવા મળે છે. આ બાળક શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન છે. આ ફોટોને લાખો લોકો લાઈક્સ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. 

 

 

આદિત્ય, કરન અને શાહરુખ ખાન બોલિવૂડના ખાસ ફ્રેન્ડ છે. તેમણે દિલવાલે દુલ્હનિયા લે જાયંગેમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન આદિત્યએ કર્યું હતું જેમાં શાહરુખ ખાન લીડ રોલમાં હતો અને તેના મિત્રનું પાત્ર કરન જોહરે ભજવ્યું હતું. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS