કરણ જોહર અને રાજકુમાર હિરાણી સાથે મળી ઈંડસ્ટ્રીમાં ચલાવશે રસીકરણ અભિયાન 'ચેન્જ વિધઈન'

  • June 12, 2021 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિર્માતા રાજકુમાર હિરાની, કરણ જોહર અને નિર્માતા મહાવીર જૈને ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકોને ફ્રીમાં રસી મળે તે માટે વેકસીનેશ કેમ્પેન માટે હાથ મિલાવ્યો છે. ચેન્જ વિધઈન ફિલ્મ ઈંડસ્ટ્રીની એક પહેલ છે. 

 

જેરોધાના કો ફાઉંડર નિખિલ કામથ અને પ્રોડ્યુસર મહાવીર જૈને કહ્યાનુસાર, તેઓ આર્ટ ઓફ લિવિંગ અને જેરોધાના સહયોગથી ચેન્જ વિધઈન પહેલ હેઠળ મીડિયા અને ફિલ્મ ઈંડસ્ટ્રીના ફ્રંટ લાઈન વર્કર્સને કોરોનાની રસી ફ્રીમાં લગાવવા અભિયાન ચલાવશે. કોવિન પ્રોટોકોલનું પાલન કરી અપોલો હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે. 

 

તેમણે આઈ સ્ટેંડ વિધ હ્યુમેનિટી કેમ્પેન પણ શરુ કર્યું હતું. જેમાં ફિલ્મી જગત સાથે જોડાયેલા લોકોની સાથે મળી 2020ના પહેલા લોકડાઉન દરમિયાન અનેક લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી. ત્યારે 25 લાખથી વધુ લોકોના પરિવારને રાશન કિટ, ભોજન પુરુ પાડવામાં આવ્યું હતું. 

 

આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સ દ્વારા પણ ઈંડસ્ટ્રીના કર્મચારીઓ માટે રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનના પહેલા ચરણમાં અંદાજે 4000 કર્મચારીઓને રસી આપવામાં આવનાર છે. તેમનું લક્ષ્ય 30,000 કર્મચારીઓને રસી લગાવવાનું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS