કપિલ શર્માએ ઘટાડ્યું 11 કિલો વજન, ટ્રાન્સફોર્મેશન જોઈ ફેન્સ પણ આશ્ચર્યમાં

  • November 19, 2020 12:22 PM 486 views

જાણીતા કોમેડિયન કપિલ શર્માએ લોકડાઉન દરમિયાન વધી ગયેલા વજનને કંટ્રોલમાં કર્યું છે.  કપિલ શર્માના આ ટ્રાંશફોર્મેશનને જોઈ તેના ચાહકો  પણ આશ્ચર્યમાં પડી ગયા છે. કપિલના વધેલા વજનના કારણે તેના શોમાં આવતા મહેમાનો પણ તેને ટકોર કરી ચુક્યા છે. તેવામાં તેના નવા લુકમાં તે એકદમ સ્લિમ અને હેન્ડસમ લાગી રહ્યો છે.  તેણે લગભગ 11 કિલો વજન ઘટાડ્યું છે.

કપિલ શર્મા હાલ તેની ફિટનેસની સંપૂર્ણ કાળજી લે છે. આથી તેનું વજન પણ ઓછું થયું છે. તાજેતરમાં જ દિવાળીના પ્રસંગે તેણે આખા પરિવાર સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તે એકદમ અલગ અને ફીટ લાગી રહ્યો હતો. આ તસવીરમાં તેની સાથે તેની માતા, પત્ની ગિન્ની અને પુત્રી પણ છે.  

લોકડાઉન પહેલા કપિલ શર્માનું વજન લગભગ 92 કિલો સુધી પહોંચી ગયું હતું. જેના કારણે તે જાડો દેખાવા લાગ્યો. પરંતુ ત્યારબાદ કપિલે સતત મહેનત કરી અને તેનું પરિણામ એ છે કે કપિલે હવે તેનું વજન 92 કિલોથી 81 કિલો સુધી ઘટાડ્યું છે. તાજેતરમાં જ અર્ચના પૂરન સિંહે આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે કપિલના વજનમાં થયેલા ઘટાડા વિશે માહિતી આપી હતી.

કપિલ શર્મા શો લોકડાઉન થયાના લગભગ સાડા ત્રણ મહિનાથી બંધ રહ્યો હતો.. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ આ શોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન કોરોનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રેક્ષકો પણ શોમાં નથી આવતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application