કપિલ શર્મા શોની સપના એટલે કે ક્રિશ્ના અભિષેક છોડી દેશે શો... જાણો શું છે કારણ

  • February 04, 2020 09:48 AM 14 views

ટીવી પર કપિલ શર્મા શો ધૂમ મચાવી રહ્યો છે. ટીઆરપીમાં પણ આ શો અન્ય શોને પાછળ મુકી સતત આગળ આવી રહ્યો છે. જો કે કપિલ શર્મા શોની આ સીઝનમાં ક્રિશ્ના અભિષેકએ સપનાનું પાત્ર ભજવી ચાર ચાંદ લગાવી દીધા છે. વિવિધ પ્રકારની મસાજ સાથે મહેમાનો અને લોકોને પેટ પકડીને હસાવતી સપના હવે કપિલ શર્મા શો છોડી દેવા માંગે છે. 

 

કપિલ શર્મા શોને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિશ્નાને શા માટે શો છોડવો છે તે વાતનો ખુલાસો તેણે એક એપિસોડમાં કરી પણ દીધો છે. ક્રિશ્નાએ જણાવ્યું હતું કે તેને આ શો છોડી દેવો છે અને સૈફ અને કરીનાના દીકરા તૈમૂરની નૈની બની જવું છે. જો કે સપનાએ શો દરમિયાન સૈફનું ધ્યાન રાખવાની વાત પણ કહી દીધી હતી.  ઉલ્લેખનીય છે કે જવાની જાનેમન ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્મા શોમાં પ્રમોશન માટે પહોંચી હતી તે સમયે ક્રિશ્નાએ પોતાના દિલની આ વાત કરી હતી.