કપિલ શર્માએ શેર કરી Good News, ક્લિક કરીને વાંચી લો તમે પણ

  • January 05, 2021 03:20 PM 1814 views

પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવતા કપિલ શર્માના ચાહકો માટે મોટા સમાચારની જાહેરાત થઈ છે. કપિલ શર્માએ ટ્વીટ કરી અને પોતાના ફેન્સને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. કપિલ શર્મા ટુંક સમયમાં નેટફ્લિક્સ પર જોવા મળશે. કપિલ નેટફ્લિક્સ સાથે નવો પ્રોજેક્ટ કરી રહ્યો છે. ટીવી પર પોતાની કોમેડીથી છવાઈ જનાર કપિલ શર્મા હવે નેટફ્લિક્સ પર એન્ટ્રી કરશે. જો કે આ પ્રોજેક્ટ શું છે તેના વિશે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તો ઓશપિશ્યસ ન્યૂઝ બોલવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે. પરંતુ તે બોલી શકતો નથી અને છેલ્લે હિંદીમાં જ જાહેરાત કરે છે કે નેટફ્લિક્સ જ દેશી થઈ રહ્યું છે તો તે શા માટે ઈંગ્લીશ બોલે. ત્યારબાદ તે જાહેરાત કરે છે કે ટુંક સમયમાં તે નેટફ્લિક્સ પર જોવા મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application