કપિલ શર્મા શો ટીવી પર આવવા તૈયાર, નવી ટીમ સાથે જોડાશે સુદેશ લહેરી, પ્રોમોમાંથી ભુરી થઈ ગાયબ

  • July 21, 2021 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી પર જે શોની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેવા 'ધ કપિલ શર્મા શો'ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખુદ કપિલ શર્માએ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ફરીથી ટીવી પર શો શરૂ કરવા જઈ રહ્યા છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટના કેપ્શનમાં કપિલ શર્માએ લખ્યું છે કે, 'નવી શરૂઆત, જૂના ચહેરાઓ સાથે.' સાથે કપિલે કેટલાક ઇમોજીઝનો ઉપયોગ કર્યો છે અને તેણે કેટલાક હેશટેગ્સનો ઉપયોગ પણ કર્યો છે. કપિલે જે હેશટેગ્સનો ઉપયોગ કર્યો છે તેમાં એક છે ધીસ મોનસૂન.. એટલે કે આ શો ટુંક સમયમાં જ શરુ થઈ જશે. 

કપિલ દ્વારા શેર કરેલી તસવીરોમાં કપિલ સાથે તેના શો સાથી પણ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કપિલ શર્મા શોમાં કપિલની સાથે આ વખતે પણ કિકુ શારદા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર અને સુદેશ લહેરી મુખ્ય રીતે જોવા મળશે. એટલે કે આ નવી શરુઆતમાં દર્શકોને પેટ પકડીને હસાવતી સુદેશ-કૃષ્ણાની જોડી ફરી રંગ જમાવશે. જો કે આ શોના ઓનએર થવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application