કપિલએ ડોનેટ કર્યા 50 લાખ આપ્યા, સાઉથના સ્ટાર્સ પણ નથી પાછળ

  • March 26, 2020 03:54 PM 527 views


ફિલ્મ ઈંડસ્ટ્રી પણ કોરોના વાયરસ સામે લડવા માટે એક થઈ છે. બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ પીએમ રિલીફ ફંડમાં દાન કરી રહ્યા છે. તાજેતરમાં જ કપિલ શર્માએ વડાપ્રધાન રાહત ફંડમાં 50 લાખ રૂપિયા દાન કર્યા છે. આ સાથે જ તેણે લોકોને ઘરમાં જ રહેવા અપીલ પણ કરી છે. 

 

આ અગાઉ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે પણ મોટી રકમ દાનમાં આપી છે. તેણે ટ્વિટ  પીએમ રિલીફ ફંડ માટે 1 કરોડ રૂપિયા દાન કર્યાની વાત કરી છે.  આ ઉપરાંત સાઉથના અભિનેતા રામ ચરણે 70 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે એકતા કપૂર,  કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ટ્વીટ કરી લોકોને સહયોગ માટે આગળ આવવા કહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application