ટીમના ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે BCCI : કપિલ દેવ

  • February 13, 2020 12:00 PM 40 views

ભારતીય ક્રિકેટ ટીમના બે મહાન ખેલાડીઓએ અંડર-19 ટીમના ખેલાડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બીસીસીઆઈને ભલામણ કરી છે. આ બંને ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને મોહમ્મદ અઝહરૂદ્દીન છે. 

 

વર્લ્ડ કપ ફાઇનલમાં અંડર-19 ટીમના ખેલાડીના વર્તનથી આ ખેલાડીઓ નિરાશ છે. ફાઇનલ મેચમાં ભારતીય અંડર-19 ટીમના ખેલાડી અને બાંગ્લાદેશની ટીમના ખેલાડીઓ બાખડી પડ્યા હતાં. આ ફાઇનલ મેચમાં બંન્ને ટીમો વચ્ચે વાક્યુદ્ધ છેડાઇ ગયુ હતું. આ ઘટના બાદ એક મુલાકાત દરમિયાન કપિલ દેવ અને અઝહરુદ્દીનએ કહ્યું હતું કે બીસીસીઆઈ આ ખેલાડીઓ સામે પગલાં ભરે તે જરૂરી છે. ક્રિકેટમાં વિરોધી ટીમના ખેલાડીઓને અપશબ્દ બોલવા યોગ્ય નથી. આ મામલે ICCએ ત્રણ બાંગ્લાદેશી અને બે ભારતીય ખેલાડીઓને સસ્પેન્ડ કર્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application