કનિકા હોસ્પિટલમાં દર્દીની જેમ નહીં સ્ટારની જેમ રહે છે, તબીબી સ્ટાફ પરેશાન   

  • March 24, 2020 09:49 AM 280 views

 

બોલિવૂડ ગાયિક કનિકા કપૂર કોરોના પોઝિટિવ છે અને હાલ તે લખનઉની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે અહીં પણ કનિકા સ્ટાર હોવાના નખરા કરતી હોય તેવી વાત સામે આવી છે. કનિકાના નખરાથી હોસ્પિટલનો સ્ટાફ પણ ત્રસ્ત છે. હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે કનિકા સારવારમાં સહયોગ કરતી નથી. તે હોસ્પિટલમાં દર્દીની જેમ નહીં પરંતુ સ્ટાર જેવો વ્યવહાર કરી રહી છે. હોસ્પિટલમાં પણ કનિકાને શ્રેષ્ઠ સુવિધાઓની માંગ કરે છે જેનાથી નર્સ અને ડોક્ટર્સ પણ પરેશાન છે. 

 

મહત્વપૂર્ણ છે કે કનિકા 15 માર્ચએ લંડનથી લખનઉ આવી હતી. પરંતુ ત્યારબાદ તેણે કોરોન્ટાઈનમાં રહેવાના બદલે પાર્ટીઓ કરી હતી. ત્યારબાદ સામે આવ્યું કે તે કોરોના પોઝિટિવ છે. તેના કારણે અનેક લોકો પર ચેપનું જોખમ તોળાઈ રહ્યું છે તેમ છતાં હજી પણ કનિકા સ્ટાર હોવાનું ઘમંડ છોડી નથી રહી.