ઓલિમ્પિકમાં જેન્ડર વિવાદ મામલે સામે આવ્યું કંગનાનું એંગ્રી રીએકશન  

  • August 01, 2024 11:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરિસ ઓલિમ્પિક 2024માં આજે અલ્જીરિયાની ઈમાન ખલીફે ઈટાલીની એન્જેલા કેરિની સાથે બોક્સિંગ મેચ રમી હતી. આ મેચ માત્ર 46 સેકન્ડ ચાલી હતી. આ 46 સેકન્ડમાં ઈમાને એન્જેલાને ઈજા પહોંચાડી હતી. આવી સ્થિતિમાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓ કહે છે કે મેચ જોયા પછી એવું લાગ્યું કે જાણે કોઈ પુરુષ કોઈ મહિલાને મારતો હોય.


વર્ષ 2023 માં બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ મેચના થોડા કલાકો પહેલા, ઈમાન ખલીફને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઇમાન મહિલા વર્ગમાં મેચ રમવા માટે લાયક નથી. આ જ કારણ છે કે ઈમાન ખલીફાના લિંગને લઈને વિવાદ ઉભો થયો છે. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) પાત્રતા નિયમો XY રંગસૂત્રો ધરાવતા એથ્લેટ્સને મહિલા ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરતા અટકાવે છે. જોકે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના નિયમો અનુસાર તેને પેરિસમાં સ્પર્ધા માટે લાયક ગણવામાં આવી હતી. અભિનેત્રી કંગના રનૌતે પણ આની નિંદા કરી છે અને ઈમાનને પુરુષ ગણાવી છે.

કંગના રનૌતે એન્જેલા કેરિનીનો ફોટો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આ છોકરીને એવા વ્યક્તિ સાથે લડવું પડ્યું જેની ઊંચાઈ 7 ફૂટ છે, જે એક પુરુષ તરીકે જન્મી છે, જેના શરીરના અંગો પુરુષ જેવા છે, જે પુરુષ જેવી દેખાય છે. તે બોક્સિંગ રિંગમાં પુરુષની જેમ લડે છે. પરંતુ, તે કહે છે કે તે એક છોકરી છે. હવે તમે જ વિચારો કે આ બોક્સિંગ મેચ કોણ જીત્યું? કોઈ તમારી દીકરીના મેડલ છીનવી લે તે પહેલા તેની સામે અવાજ ઉઠાવો. #savewomensgame



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application