જયા બચ્ચનની 'થાળી' ઉપરની કમેન્ટ પર કંગનાએ આપ્યો તીખો પ્રતિસાદ

  • September 16, 2020 03:05 PM 307 views

અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુશાંત સિંહ અને ડ્રગ્સને લઈને ઘણી આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. તેના કારણે તે હંમેશા ટીવી ચેનલ્સ અને અખબારોમાં છવાયેલી જોવા મળે છે. એવામાં અભિનેત્રી અને સાસંદ જયા બચ્ચને સંસદમાં આપેલા ભાષણમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ વિશે ચાલી રહેલા વિવાદો પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે આ લોકો જે થાળીમાં ખાય તેની અંદર જ કાણું પાડે છે. આ કમેન્ટ પર કંગનાએ હાલમાં જ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.

 

કંગનાએ ટ્વીટ કરતા કહ્યુ હતુ કે કઈ થાળી આપી છે જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ ?  એક થાળી મળી હતી, જે બે મિનિટનો રોલ, આઈટમ નંબર્સ અને એક રોમેન્ટિક સીન કરવા મળતો હતો, એ પણ હીરો સાથે રાત વિતાવ્યા પછી, મેં આ ઈન્ડસ્ટ્રીને નારીવાદ શીખવ્યો છે. થાળી દેશભક્તિ નારીપ્રધાન ફિલ્મોથી શણગારી છે. આ થાળી મારી પોતાની થાળી છે જયાજી તમારી નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application