કંગના રનૌતના બોડીગાર્ડની દુષ્કર્મના કેસમાં ધરપકડ, બ્યૂટિશિયનને લગ્નની લાલચ આપી હતી

  • May 31, 2021 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોડીગાર્ડ કુમાર હેગડે છેલ્લા ૧૦ દિવસથી ફરાર હતો અને તેને મંડ્યા જિલ્લાના હેગ્ગડાહલ્લી ગામથી શનિવારે બપોરે તાબામાં લેવાયો હતો. કુમાર હેગડેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા બાદ તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો, એમ ડી.એન. નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

 

સબ-ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર ભોસલે અને તેમની ટીમે હેગડેને ઝડપી પાડ્યો હતો. હેગડે તેના વતનમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હતો, પણ આગલા દિવસે તેની ધરપકડ કરાઇ હતી.

 

૩૦ વર્ષની બ્યૂટિશિયને ગયા સપ્તાહે હેગડે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને હેગડે છેલ્લાં આઠ વર્ષથી એકબીજાને ઓળખે છે. હેગડેએ જૂન, ૨૦૨૦માં ફરિયાદી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેણે પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

 

૨૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ હેગડેએ કર્ણાટકમાં તેની માતાનું મૃત્યુ થયું હોવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂ. ૫૦ હજાર લીધા હતા. હેગડેએ વતન પહોંચ્યા બાદ ફરિયાદી સાથે સંપર્ક બંધ કરી દીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

 

હેગડે અન્ય યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે હેગડે વિરુદ્ધ બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તથા છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS