કંગનાની ફિલ્મ થલાઈવી માટે મળ્યું યુ સર્ટિફિકેટ

  • June 23, 2021 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ટૂંક સમયમાં થલાઈવી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. અભિનેત્રીથી લઈને મુખ્યપ્રધાન સુધીની તેમની સફર આ ફિલ્મમાં બતાવવામાં આવશે. હવે ફિલ્મ વિશે એક નવું અપડેટ બહાર આવ્યું છે. આ ફિલ્મના તમિલ સંસ્કરણને કોઈ કટ વિના યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની ખુશી વ્યક્ત કરી હતી.

 

કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મના પોસ્ટર શેર કરીને આ માહિતી આપી છે. કંગનાએ લખ્યું - થલાઈવીના તમિલ સંસ્કરણને યુ પ્રમાણપત્ર મળી ગયું છે. જેનો અર્થ એ કે રાની અને મણિકર્ણિકા પછી આ ફિલ્મ બાળકો તેમના માતાપિતા અને દાદા-દાદી સાથે માણી શકશે.

 

 
થલાઈવીના તમિલ સંસ્કરણ માટે યુ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી નિર્માતાઓએ હિન્દી અને તેલુગુ સંસ્કરણોના સર્ટિફિકેટ માટે પણ અરજી કરી છે. આ ફિલ્મ અગાઉ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે થિયેટરો બંધ થઈ ગયા અને ફિલ્મની રિલીઝ ડેટ ટાળવી પડી હતી. હવે નિર્માતાઓ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

 

 
કોરોના ફેલાયા બાદ થલાઈવી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાના અહેવાલો આવ્યા હતા. જેને કંગનાએ ખોટા ગણાવ્યા હતા. તેણે આ માહિતી પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આપી હતી. કંગનાએ કહ્યું હતું કે થલાઈવીના ડિજિટલ રાઇટ્સ એમેઝોન અને નેટફ્લિક્સ બંને પાસે છે પરંતુ ફિલ્મ થિયેટર રિલીઝ થાય તે પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ નહીં થાય.

 

કંગના સાથે ફિલ્મમાં અરવિંદ સ્વામી, એમ.નાસાર અને ભાગ્યશ્રી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. થલાઇવી ફિલ્મનું નિર્દેશન એ.એલ. વિજયે કર્યું છે. ફિલ્મનું ટ્રેલર અને બે ગીતો રિલીઝ થઈ ચુક્યા છે. હવે ચાહકો આતુરતાથી થલાવીની રાહ જોઈ રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના થલાઈવી પછી ધાકડ અને તેજસ ફિલ્મમાં જોવા મળશે. કંગના પાસે હાલમાં ફિલ્મોની લાઇન છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS