રિયાલીટી શો બિગ બોસની આ સિઝન અને તેમાં પણ ફેમિલી વીક ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે. વાત કરવામાં આવે વિક્કી જૈન અને અંકિતા લોખંડેની તો આ કપલ જયારથી રિયાલીટી શો બિગ બોસમાં આવ્યું છે ત્યારથી તે ચર્ચાનો વિષય છે. તાજેતરમાં જ રિયાલીટી શો બિગ બોસમાં ફેમિલી વીકની રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદથી અંકિતા અને વિક્કીના સંબંધો અંગેની ચર્ચાએ તેમજ અંકિતાની સાસુએ કહેલી વાતોએ જોર પકડયું છે. ત્યારે હવે કંગના રાનૌત પણ અંકિતાને સમર્થન આપવા મેદાનમાં આવી છે.
આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, અંકિતા લોખંડેએ તેના પતિ વિક્કી જૈન સાથે રિયાલિટી શો 'બિગ બોસ 17'માં ભાગ લીધો. શરૂઆતમાં દરેકને દંપતીની પ્રેમાળ મશ્કરી ગમી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ઘણા જ અણબનાવ ચાલી રહ્યા છે. એટલું જ નહી ઘણી વખત શો સમાપ્ત થયા બાદ છૂટાછેડા લેવાની વાત પણ ઉઠી છે. ત્યારે અંકિતા અને વિક્કીનો અણબનાવ ચર્ચામાં છે. આ દરમિયાન કંગના રનૌત અંકિતાને તરફેણ કરી રહી છે.
તાજેતરમાં જ વિક્કીની માતા રંજના જૈન રિયાલીટી શો બિગબોસની મહેમાન બની હતી. બિગ બોસના ઘરમાં એક દિવસ વિતાવ્યા બાદ રંજના જૈન જયારે બહાર આવ્યા ત્યારે તેણે કેટલાક ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં બિગ બોસના ઘર વિશે વાત કરી હતી. આ સમયે તેણે વિક્કી અને અંકિતાના સંબંધ બાબતે પણ વાત કરતા કહ્યું હતું કે, તેણે વિક્કીને સમજાવ્યો છે કે અંકિતા ઇચ્છતી હોય તેટલો સમય આપવો જોઇએ. આ સાથે અંકિતા સારી વહુ હોવાની વાત કહી તેની પ્રશંસા કરી હતી. સાથે જ તેણે અંકિતાએ વિકીને લાત મારી તે વિશે પણ વાત કરી હતી. ત્યારે હવે અંકિતાના વિક્કી અને સાસુ સાથેના સંબંધો અને તેમાં આવેલી તિરાડની બાબતે જોર પકડયું છે પરંતુ આ તરફ બોલીવુડ અભિનેત્રી કંગના રાનૌત અંકિતાના સમર્થનમાં આવી છે.
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર વિકીની માતાનો એક ઈન્ટરવ્યુ વીડિયો શેર કર્યો. આ સાથે જ તેણે મીડિયા પર આરોપ લગાવ્યો કે મીડિયા અંકિતાના પરિવારને તોડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે, તેઓ નહીં બતાવે કે અંકિતા લોખંડેની સાસુ તેના પ્રત્યે કેટલી સમર્પિત છે. વિક્કીની માતાને તેણે સ્વીટ આંટી પણ કહ્યું હતું. સાથે જ કંગનાએ કહ્યું કે રિયાલીટી શો આવે છે અને જાય છે, પરંતુ કુટુંબ કાયમ છે. કંગનાએ નોટના અંતમાં લખ્યું છે કે, 'મને આશા છે કે મારી મિત્ર અંકિતા લોખંડે જીતશે પરંતુ તેના લગ્નની કિંમતે નહીં.' આમ, કંગના રનૌત અંકિતા લોખંડેને પૂરૂ સમર્થન આપી રહી છે. તેમજ બિગ બોસની આ સિઝનની ટ્રોફી અંકિતા લોખંડે પોતાના દમ પર હાસલ કરે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech