કલ્યાણ પોલિટેકનિક કોલેજ દ્વારા ધોરણ 12 ના વિધ્યાર્થીઑ માટે જર્મન એજ્યુકેશન સિસ્ટમ આધારિત B.voc [બી, વોક] શરૂ કરાયુ

  • January 23, 2023 07:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના અલીયાબાડા રોડ, જાંબુડા ચોકડી ઉપર આવેલ કલ્યાણ પોલિટેકનિક કોલજ દ્વારા ધોરણ 12 કોમર્સ, સાઇન્સ તેમજ આટ્રસના વિધ્યાર્થીઑ માટે બી. વોક [ બેચલર ઓફ વોકેસન ] કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સ વિધ્યાર્થીઓં માટે ભણતરની સાથે સાથે જુદા-જુદા ક્ષેત્રોમાં નોકરીની તક મેળવવામાં ખૂબ ઉપયોગી છે. વોકેશનલ ડિગ્રી આવનારા દિવસો માં વધુ પ્રચલિત થસે. કેમકે આજના ઉધ્યોગ ધંધાઓ માટે માત્ર ડિગ્રીને જ નહીં પરંતુ અનુભવને વધુ પસંદગી આપે છે. આપણાં યુવાનોને ફક્ત ચોપડિયું જ્ઞાન પૂરતું નથી એટલા માટે જ ગવર્મેન્ટ સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈન અંતર્ગત તેમજ નવી એજ્યુકેશન પોલિસી [2020] અંતર્ગત વોકેશનલ ડિગ્રી ને વધુ પ્રાધાન્ય અપાયું છે, આ કોર્સ હેઠળ વિધ્યાર્થીઑ પ્રોડક્શન ટેકનોલૉજી, આઈ.ટી, જેવા વિવિધ ક્ષેત્રોમાં વોકેશનલ ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે જેમાં તેઓ ભણતરની સાથે સાથે ઓન ધ જોબ તાલીમ હેઠળ પૈસા પણ કમાઈ શકે છે. આ કોર્સમા વિધ્યાર્થીઑ 40% થિયરિ અને 60% પ્રેક્ટિકલ શીખે છે. આમ ડિગ્રીના અંતે વિધ્યાર્થીઓ પાસે જ્ઞાનની સાથે સાથે 3 વર્ષનો નોકરીનો અનુભવ પણ પ્રાપ્ત થાય છે.

આ નવીનતમ કોર્સની માહિતી શાળા સંચાલકો અને શિક્ષકો સુધી પહોંચાડવા કલ્યાણ પોલિટેકનિક દ્વારા એક એકેડમિક ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે 250થી વધુ શાળા સંચાલકો અને શિક્ષકોએ હાજરી આપી અને કલ્યાણ પોલિટેકનિકના વિધ્યાર્થીઑના હિતમાં થયેલ પ્રયત્નોને બિરદાવ્યા હતા.

આ સમગ્ર આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી ભરતેશ શાહ  અને પ્રણવ ખાતુવાલા તથા પ્રિન્સિપાલ અને એકેડમિક ડીરેક્ટર ડો.સત્યન રાજવીરએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application