રાજકોટ: હનુમાન મઢી ચોક પાસે આવેલી કલ્યાણ હાઇસ્કૂલની ઘટના, સહેલીની તબિયત ખરાબ હોય કોલેજના ફર્સ્ટ યરની છાત્રા ગઈ પરીક્ષા આપવા અને પછી થઈ જોવા જેવી...

  • July 16, 2021 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા પરીક્ષાર્થીઓની ધોરણ10 અને 12 ની પરીક્ષા ગઈકાલથી શરૂ થઈ છે ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે જ રાજકોટમાં હનુમાન મઢી પાસે આવેલી કલ્યાણ હાઇસ્કૂલમાં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ હતી. પોલીસે તપાસ કરતા ડમી વિદ્યાર્થીની સહેલીની તબિયત ખરાબ હોય જેથી તેના બદલે પેપર આપવા માટે આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ શહેરના હનુમાન મઢી ચોક પાસે આવેલી કલ્યાણ હાઇસ્કૂલમાં ગઈકાલે ધોરણ12ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વનું પેપર આપવા માટે આવેલી એક વિદ્યાર્થીની શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મુસ્કાન ઇફતેખાનભાઈ કુરેશી (ઉ.વ ૧૯ રહે છત્રપતિ શિવાજી ટાઉનશીપ ડી-704 રેલનગર) હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતા તે પોતાની સહેલી શીતલ પ્રવીણભાઈ ગીડા (ઉ.વ ૧૯ રહે મનહર પ્લોટ શેરી નંબર 9 મકાન નંબર 10 રાજકોટ) ના બદલે ડમી તરીકે પેપર આપી રહી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે એસી ફુટ રોડ પર કિંજલ પાર્કમાં શેરી નંબર 1 માં રહેતા શિક્ષક વિજયભાઈ વશરામભાઈ અકબરીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે બંને વિધાર્થીનીઓ સામે આઈપીસીની કલમ 419, 188 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

આ અંગે તપાસ ચલાવી રહેલા ગાંધીગ્રામ પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ ટી.ડી. બુડાસણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડમી તરીકે પરીક્ષા આપવા આવનાર મુસ્કાન બી.કોમ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે શીતલ તેની સહેલી છે.ગઈકાલ તેની તબિયત ખરાબ હોવાથી તે પોતાની સહેલીના બદલે પરીક્ષા આપવા માટે આવી હતી.આ મામલે પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS