કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલા બાદ હવે ઉત્તરાખંડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસનો પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાની બોર્ડર પર મળી આવેલી નર્સ તસ્લીમ જહાંને માર મારીને ઈજાગ્રસ્ત કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ બાદ દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.
હત્યા કર્યા બાદ તેના ચહેરાને પથ્થરથી કચડી નાખીને મૃતદેહને ઝાડીઓમાં છુપાવી દીધો હતો. દુષ્કર્મ આચર્યા બાદ તે પૈસા અને મોબાઈલ ફોનની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બુધવારે રાજસ્થાનમાંથી બરેલી નિવાસી આરોપીની ધરપકડ કરીને કેસનો પર્દાફાશ કર્યો હતો.
નર્સ 30મી જુલાઈની રાતથી ગુમ હતી
બુધવારે કોતવાલીમાં કેસનો પર્દાફાશ કરતી વખતે, એસએસપી ડૉ. મંજુનાથ ટીસીએ જણાવ્યું હતું કે, બિલાસપુર, ડિબડીબા સ્થિત વસુંધરા ઈનક્લેવ નિવાસી 33 વર્ષીય તસ્લીમ જહાં ગત 30 જુલાઈની રાતથી ગાયબ હતી. તે રૂદ્રપુરની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ હતી અને ફરજ પરથી પરત ફરી રહી હતી, પરંતુ તે પોતાના રૂમ સુધી પહોંચી ન હતી.
આ મામલામાં તસ્લીમ જહાંની બહેનની ફરિયાદ પર પોલીસે 31 જુલાઈના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી. ગત ગુરુવારે, ડિબડીબા વિસ્તારમાં વસુંધરા એન્ક્લેવથી થોડે આગળ એક ખાલી પ્લોટમાંથી તસ્લીમ જહાંનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. આના પર ઉત્તર પ્રદેશની બિલાસપુર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેના રિપોર્ટમાં મૃત્યુનું કારણ પુષ્ટિ થઈ શકી નથી.
એસ.એસ.પી.એ જણાવ્યું કે, 30 જુલાઈના રોજ તસ્લીમને ઈન્દિરા ચોક રૂદ્રપુરથી ઓટોમાં જતી જોવા મળી હતી, પરંતુ તે તેના ભાડાના ઘર વસુંધરા એપાર્ટમેન્ટ સુધી પહોંચી ન હતી. સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ દેખાયો હતો.
મૃતક પાસેથી લૂંટાયેલા મોબાઈલનું લોકેશન બરેલીમાં મળ્યું હતું. તેના મોબાઈલનો ઉપયોગ બરેલીનો રહેવાસી ધર્મેન્દ્ર કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસ ટીમ જ્યારે બરેલી પહોંચી તો જાણવા મળ્યું કે તે પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.
આરોપીઓએ આ રીતે આચર્યો હતો ગુનો
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તે મજૂરીનું કામ કરે છે.
ઘટના સમયે તે ગદરપુર વિસ્તારમાં મજૂર તરીકે કામ કરતો હતો.
ઘટનાના દિવસે તેણે તસ્લીમનો પીછો કરીને તેને સુમસાન જગ્યાએ પકડીને ઝાડીઓમાં લઈ ગયો હતો.
આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ આરોપીએ તસ્લીમનું ગળું દબાવીને તેના ગળામાં દુપટ્ટો બાંધીને તેનું માથું ફોડી નાખ્યું હતું.
જ્યારે તે બેભાન હતી ત્યારે તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારપછી પથ્થર વગેરે વડે માર મારીને તેનો ચહેરો સંપૂર્ણપણે વિકૃત કરી નાખ્યો હતો.
પુરાવા છુપાવવા તેણે લાશને ઝાડીમાં સંતાડી દીધી હતી અને તેના પર્સમાંથી રૂપિયા, બ્રેસલેટ અને મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો. અગાઉ આરોપી આર્મ્સ એક્ટ હેઠળ જેલમાં પણ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી
December 23, 2024 04:17 PMગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech