BREAKING NEWS

જામનગર: દોઢ વર્ષથી સજા વોરંટના આરોપીને પકડી લેતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

  • June 22, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર:દોઢ વર્ષથી સજા વોરંટના આરોપીને પકડી લેતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

કાલાવડ ગ્રામ્ય પોલીસે સજા વોરંટના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ૭મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, જામનગરના ફોજદારી કેસ નં. ૮૭૮૬/૨૦૧૮ અંતર્ગત કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના મૂળ વતની ભરત દેવદાનભાઈ બાલસરા સામે જારી કરાયેલ સજા વોરંટની બજવણી કરવાની હતી. જોકે આરોપી છેલ્લા દોઢ વર્ષથી સજાની કાર્યવાહીથી બચવા ફરાર થઈ ગયો હતો.

કાલાવડ ગ્રામ્યના પીઆઇ આંબલીયા, પીએસઆઇ ઠાકોરની સુચના મુજબ  પોલીસે બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ ચલાવી રાજકોટ જિલ્લાના પરા પીપળીયા ગામેથી ભરત દેવદાનભાઈ બાલસરા (ઉ.વ. ૩૯), મૂળ રહેવાસી ખંઢેરા ગામ, તાલુકો કાલાવડ, હાલ પરા પીપળીયા ગામ, રાજકોટને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application