ભારતના 48માં CJI બન્યા જસ્ટિસ એન.વી. રમન્ના

  • April 24, 2021 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જસ્ટિસ એન.વી. રમન્નાએ ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ન્યાયમૂર્તિ રમન્નાને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. 

 

 

જસ્ટીસ રમન્નાએ શુક્રવારે આ પદ પરથી નિવૃત્ત થયેલા પૂર્વ સીજેઆઈ એસ.એ.બોબડેનું સ્થાન લીધું છે.  જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઇકોર્ટના પ્રથમ જજ છે જે ભારતના ચીફ જસ્ટીસ બન્યા છે. સીજેઆઇ તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષ 4 મહિનાનો રહેશે એટલે કે તેઓ 26 ઓગસ્ટ 2022 ના રોજ નિવૃત થશે.

 

 

જસ્ટીસ રમન્નાનો જન્મ 27 ઓગસ્ટ, 1957 ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પોન્નાવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.  માતા-પિતા માટે થયો હતો. તેઓએ તેલુગુ અખબારના પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે તેમણે 10 ફેબ્રુઆરી 1983 ના રોજ વકીલ તરીકે પ્રેક્ટિસ શરુ કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021