ઇન્ડિગો ફ્લાઇટના ટેક ઓફ પહેલાં જ પેસેન્જરે કોરોના સંક્રમિત હોવાનો ખુલાસો કર્યો

  • March 06, 2021 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના સંક્રમણના ફરી વધી રહેલા કેસો વચ્ચે દિલ્હીથી ઉડાન ભરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક નાટકીય ઘટનાક્રમ બન્યો હતો. આ ફ્લાઇટમાં તમામ યાત્રીઓના પ્રવેશ બાદ જ્યારે ટેક ઓફ માટે ચાલી રહેલી તૈયારીઓમાં આગળની સીટ પર બેઠેલા એક યાત્રીએ પોતે કોરોનાથી સંક્રમિત હોવાનો ખુલાસો કર્યો હતો. તેણે ક્રૂ મેમ્બર્સ સમક્ષ પોતાના કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ બતાવ્યો હતો.

 


આ અંગે મળેલી માહિતી મુજબ ઇન્ડિગોની ફ્લાઇટને રન-વે પરથી પાર્કિંગમાં પરત લઇ જવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન પાયલટે વિમાનમાં એલાન કર્યું હતું કે વિમાનની પહેલી ત્રણ હરોળમાં બેઠેલા તમામ યાત્રીઓ સૌથી પહેલા ઉતરી જાય, કારણ કે કોરોના સંક્રમિત યાત્રી આગળની સીટ પર બેઠેલો હતો. પાયલટે આગળની ત્રણ રોના પેસેન્જર્સને એરપોર્ટ પર પરત ફરવા માટે અલગ કોચની રાહ જોવા માટે કહ્યું હતું.

 


આ દરમિયાન વિમાનને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવા અને કોવિડ વિરુદ્ધ નિયમો-માપદંડોને પૂરા કરવાની કવાયત વચ્ચે તમામ યાત્રીઓને પીપીઇ કિટ આપવામાં આવી હતી અને યાત્રા દરમિયાન તેનો ફરજીયાત ઉપયોગ કરવા કહેવામાં આવ્યું હતું. બીજી તરફ કોરોનાથી સંક્રમિત યાત્રીને દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમા સ્થિત કોવિડ સેન્ટરમાં સારવાર માટે મોકલી દેવાયો હતો.

 


ઉલ્લેખનીય છે કે, એવિએશન સેક્ટર વૈશ્વિક કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત સેક્ટર્સમાંથી એક છે. કોરોના મહામારીને લીધે પર્યટન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સર્વિસ પર પ્રતિબંધને લીધે એરલાઇન સેક્ટરને મોટુ નુકસાન પહોંચ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS