વેકિસન લીધી કે નહીં? ફકત એટલું પૂછીને જ મ્યુનિ. સ્ટાફ પરત ફર્યેા

  • June 15, 2021 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેકિસન નહીં લેનાર સામે કોઈ કાર્યવાહી નહીં! હોકર્સ ઝોન–ડેરી ફામ્ર્સમાં ચેકિંગ ડ્રાઈવ

 


રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા તાજેતરમાં શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ડેરી ફામ્ર્સમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી લારી–ગલ્લાધારકો તેમજ દુકાનદારોએ વેકિસન લીધી છે કે નહીં? તેનો સર્વે કરી વેકિસન લીધી ન હોય તેવા ધંધાર્થીઓને વહેલીતકે વેકિસન લઈ લેવા તાકિદ કરવામાં આવી હતી. વેકિસન નહીં લેનાર સામે કોઈ કાર્યવાહી કે તેમને વેકિસન આપવા અંગે કોઈ વ્યવસ્થા નિર્માણ કરવા કાર્યવાહી કરાઈ નહતી.

 


લારી–ગલ્લાધારકોએ જણાવ્યું હતું કે, તેમની પાસે મોબાઈલ ફોન છે પરંતુ તેમને અંગ્રેજી આવડતુ ન હોય તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા પણ આવડતું ન હોય તેઓ વેકિસન લેવા જઈ શકયા નથી તંત્રવાહકો તેમના માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી આપે તો તેઓ વેકિસન લેવા તૈયાર જ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS