જૂન મહિનામાં સૌથી મોટા ગ્રહ ગુરુનું મહાપરિવર્તન, જાણો તમારા જીવન પર અસર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુરુ ગ્રહ 30 જૂનના રોજ પોતાની સ્વરાશિ ધનમાં પ્રવેશ કરશે અને 20 નવેમ્બર 2020 સુધી આ રાશિમાં જ રહેશે. ત્યારબાદ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. ધનરાશીના આ ગોચર પ્રભાવની અસર તમામ રાશિઓ પર પડશે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન અને શિક્ષણનો કારક માનવામાં આવે છે. તે ધન અને મીન રાશિનો સ્વામી છે. આવો જાણીએ ગુરુના ગોચરની તમામ રાશિ ઉપર કેવી અસર પડશે.

 

મેષ રાશિ

ગુરૂ તમારા નવમાં ભાવમાં સ્થિત રહેશે અને આ સમયમાં ધર્મ અને આધ્યાત્મમાં તમારી રુચિ વધારશે. કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે. ગુરૂના પ્રભાવથી તમે કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન પણ કરી શકો છો. ઓફિસમાં બોસ તમારાથી ખુશ રહેશે.

 

વૃષભ રાશિ

ગુરૂ તમારા અષ્ટમ ભાવમાં રહેશે ગુરૂના પ્રભાવથી તમે કોઈ રહસ્ય જાણવાની ઈચ્છા તીવ્ર બનશે. પરંતુ સ્વાસ્થ્ય  સંબંધિત સમસ્યા તમને નળી શકે છે. સાસરીયા પક્ષ તરફથી તમને કોઈ કીમતી ભેટ મળી શકે છે.

 

મિથુન રાશિ

ગુરુનો ગોચર તમારા લગ્ન ભાવમાં આવશે. આ ગોચર તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવશે. વેપારમાં ભાગીદારીથી પણ લાભ મળશે. જો તમે સંશોધન કાર્ય સાથે જોડાયેલાં હશો તો તમને તેમાં સફળતા મળવાની સંભાવના પ્રબળ છે. પરંતુ આ વર્ષે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

 

કર્ક રાશિ

ગુરુનું ગોચર તમારા છઠ્ઠા ઘરમાં રહેશે.  પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. ખાસ કરીને પેટ સંબંધિત રોગ થી તમે પીડાઈ શકો છો. પોતાના શત્રુની ચાલથી પણ બચીને રહો કારણ કે તે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, સ્પર્ધા વગેરેમાં લાભ મળવાની સંભાવના છે.

 

સિંહ રાશિ

ગુરૂ તમારા સંતાન ભાવમાં સ્થિત રહેશે સંતાનને સારા પરિણામો મળશે પ્રેમ સંબંધમાં પણ રોમાન્સ વધશે.સંતાન પિસ્તા દંપતીઓને સારા સમાચાર મળી શકે છે. શિક્ષાના ક્ષેત્રમાં જોડાયેલા હોય તો તમને સફળતા મળવાની સંભાવના છે. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને પેટ, મેદસ્વિતા અને સોજાને લઈને સમસ્યા થઈ શકે છે.

 

કન્યા રાશિ

ગુરુનું ગોચર તમારા ચતુર્થ ભાવમાં રહેશે તમને શોખ સાધનોમાં વૃદ્ધિ કરશે. તમારા માતાજીના સ્વાસ્થ્યને લાભકારક નીવડશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે ઉચ્ચ શિક્ષા માં મોટી સફળતા મળવાની સંભાવના છે. નવા વાહન કે પ્રોપર્ટી વગેરે ખરીદવાની શક્યતા છે.

 

તુલા રાશિ

ગુરુ નો ગોચર તમારા કૃત્ય ભાવમાં રહેશે. અણધાર્યા પ્રવાસ પર જવુ પડે તેવી શક્યતા છે.તમારૂ સાહસ વધશે. ભાઈ-બહેનને કોઈ  વાતને લઈને ઝગડો થવાની સંભાવના છે. તમારા સુખમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના છે.

 

વૃશ્ચિક રાશિ

ગુરુનું ગોચર તમારા દ્વિતિય ભાવમાં રહેશે. ધનલાભ થવાની સંભાવના છે. ધનની બચત થવાની પણ સંભાવના છે. તમે સૌ સાથે પ્રેમ પૂર્વક વાતચીત કરશો. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા જોવા મળશે.

 

ધન રાશિ

ગુરુના ગોચર તમારી પોતાની રાશિમાં હશે. તમારા જ્ઞાનમાં વધારો થશે. તમારા નૈતિક મૂલ્યો સર્વોપરી રહેશે. આર્થિક ક્ષેત્રમાં પણ તમારી પ્રગતિ થશે. તેમજ તમારી પાસે એક કરતાં વધારે ક્ષેત્રમાંથી ધન આવશે.

 

મકર રાશિ

ગુરૂ તમારા બારમા ભાવમાં રહેશે આ સમયમાં તમારે ચર્ચામાં પણ વધારો થશે તમારી પાસે ધંધો આવશે. પરંતુ તમારા હાથોમાં વધારે સમય ટકશે નહીં. આર્થિક નિર્ણય વિચારીને લેવા નહિતર ધનની હાનિ થશે.


કુંભ રાશિ

ગુરૂ તમારા એકાદશ ભાવમાં રહેશે આ કારણે તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. તેમજ ધનની બચત કરવામાં પણ તમે સફળ થશો. મોટા ભાઈ બહેનો સાથે પ્રેમ ભાવ વધશે આવશ્યકતા પડવા પર તેઓ તમારી સહાયતા પણ કરી શકે છે.

 

મીન રાશિ

ગુરુનું ગોચર તમારા દશમ ભાવમાં રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે. જો તમે શિક્ષણ ક્ષેત્ર સાથે કાર્યરત હોય તો તમારા માટે સોનેરી સમય બની શકે છે. કાર્યમાં પ્રગતિ મળવાની સાથોસાથ તમારું મન પ્રસન્ન રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS