મુંબઈમાં જૂન ગયો કોરો: પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ

  • June 30, 2020 11:18 AM 324 views

નિસર્ગ વાવાઝોડું આવ્યા પછી થોડા દિવસ સુધી મુંબઈગરાને વરસાદ જોવા મળ્યો, પરંતુ છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે વરસાદે મુંબઈથી મોં ફેરવી લીધું છે તેને જોતાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ આ વર્ષે જૂન મહિનામાં થવાની શકયતા વ્યકત થઈ રહી છે.


મુંબઈમાં અત્યાર સુધીમાં ફકત ૩૪૦ મિમી વરસાદની નોંધ થઈ છે. આ પહેલાંના વરસાદની વાત કરવામાં આવે તો ૨૦૧૯માં ૫૧ઓ૫.૧ મિમી, ૨૦૧૮માં ૭૯૨.૫ મિમી, ૨૦૧૭માં ૫૨૩.૨ મિમી, ૨૦૧૬માં ૬૯૫.૨ મિમી અને ૨૦૧૫માં ૧૧૦૬.૭ મિમી વરસાદ જૂન મહિનામાં નોંધાયો હતો. જોકે, ૨૦૧૪માં મુંબઈમાં ફકત ૮૭.૩ મિમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા ૧૦ વર્ષનો જૂન મહિનાનો સૌથી ઓછો વરસાદ હતો. બીજો સૌથી ઓછો વરસાદ દુકાળના એટલે કે ૨૦૧૨ના વર્ષમાં જૂન મિહનામાં ૨૯૮.૫ મિમી પડો હતો. જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ ૧૯૭૨માં ૦.૨ મિમી પડો હતો. એના પછીનો વરસાદ ૧૯૯૫માં ૮૨.૨ મિમી પડો હતો.


મુંબઈમાં જૂન મહિનાનો સામાન્ય વરસાદ સાંતાક્રુઝમાં ૪૯૩.૧ મિમી અને કોલાબામાં ૪૯૬.૫ મિમી ગણવામાં આવે છે, તેની સામે અત્યારે મુંબઈમાં સાંતાક્રુઝમાં ૩૪૪.૪ મિમી અને કોલાબામાં ૩૮૯.૯ મિમી વરસાદ થયો છે.


મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બીજી જુલાઈથી ફરી વરસાદ જોવા મળે એવી શકયતા વ્યકત થઈ રહી છે, પરંતુ ફરી પાછું ૧૦ જુલાઈથી કોં સત્ર જોવા મળે એવી પણ આશંકા સેવાઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદ સામાન્યથી વધારે રહેશે એવી આશા હવામાન ખાતા દ્રારા વ્યકત કરવામાં આવી હતી.

  • ૩થી૫ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી

 નેર્ઋત્યના ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે પણ જૂનની શઆતમાં જ મુંબઈ સહિત રાયમાં આગમન કરનારો વરસાદ ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટથી લોકો ત્રાસી ગયા છે. તે મુજબ આગામી ૩થી પાંચ જુલાઈ સુધી મુંબઈમાં મુશળધાર વરસાદ પડવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યકત કર્યેા છે. જૂનના આરંભમાં જ વરસાદનું આગમન થયું હોવાને કારણે રાયના અનેક વિસ્તારમાં વાવણીનું કામ થઈ ગયું છે. રાયના અનેક વિસ્તારમાં જોકે હજી વરસાદની રાહ જોવાઈ રહી છે. મુંબઈમાં પણ અમુક દિવસને બાદ કરતા છૂટોછવાયો વરસાદ જ પડી રહ્યો છે. તેથી ગરમી અને ઉકળાટ વધી ગયાં છે. મુંબઈગરા મુશળધાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમને પ્રતીક્ષાનો અતં આવવાનો છે. મુંબઈમાં ૩થી પાંચ જુલાઈ સુધી મુશળધાર વરસાદ પડવાની આગાહી છે. હવામાન ખાતાના અંદાજ મુજબ જુલાઈના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં વરસાદનું જોર વધશે. ત્રણથી પાંચ જુલાઈ મુશળધાર વરસાદ પડશે. પિમ કિનારપટ્ટી અને ઉત્તર કોંકણમાં બે જુલાઈથી વરસાદનું જોર વધવાની શકયતા છે. મધ્ય મહારાષ્ટ્ર્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વીજળીના ગડગડાટ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની શકયતા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application