જૂનાગઢ ૫૦ લોકો સામે જાહેરનામા ભંગના કેસ થયા

  • October 28, 2020 11:34 AM 

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ દ્વારા જૂનાગઢ ઉપરકોટ, કામદાર સોસાયટી દોલતપરા, ગણેશનગર, ખાલીલપુર રોડ, ઝાંઝરડા રોડ, જોશીપુરા સહિતના વિસ્તારમાંથી આશરે ૫૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી જાહેરનામા ભંગ તેમજ કોરોના વાયરસ ફેલાવાની શકયતા હોવાનું સંક્રમણ થવાની શકયતા હોવાનું જાણવા છતાં એકઠા થવા બાબતે શહેર વિસ્તારમાં કુલ જુદા જુદા ૪૫ ગુનાઓ નોંધી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ બિનજ‚રી આંટાફેરા કરી રહેલા લોકોના ગળે પોતે સમાજનો દુશમન છે એવું બોર્ડ લગાવીને અનેકને પરેડ કરાવાઇ હતી.આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શ‚ કરવામાં આવેલ હોય, બિનજ‚રી કામ સિવાય ફરતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS