જૂનાગઢ: કોરોનાના સંભવિત થર્ડ વેવમાં લાપરવાહી રાખનાર સામે કડક પગલાં લેવાશે

  • June 28, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ખાતે કોવિડ થર્ડ વેવના આગોતરા આયોજન માટે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટરે એ વધુમાં કહ્યુ કે, સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન સાથે આઇ.સી.યુ. બેડની સંખ્યા વઘારવાનું આયોજન અને ૧૫ જુલાઇ સુધીમાં તેનો અમલ કરવા સહિત કોરોના મહામારીમાં આરોગ્ય સંબધી તમામ કામગીરી સમયમર્યાદા સાથે કરવાની સૂચના આપી જિલ્લાની તમામ નકકર કામગીરી પર ફોકસ કરવા તેમણે સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
 આપણી પાસે સેકન્ડ વેવનો અનુભવ છે. તેમાથી બોધપાઠ લઇ માનવ જીંદગીને બચાવવાની છે, તેમ જણાવી કલેક્ટરે રચિત રાજે એ કહ્યું કે હળુ ની આગોતરી તૈયારી રૂપે જરૂરી સાધનો, તથા વ્યવસ્થા કરી જરૂરી સાધનો દવાની આગોતરી ખરીદી તથા જરૂરી વ્યવસ્થા ઓ સાથે સ્ટેન્ડબાય મોડ માં રહેવા તથા બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા હતા


  ખાસ કરીને દર્દીઓને દાખલ થવા માટે  સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટનો ધસારો થાય ત્યારે હેલ્પ ડેક્સમાં રીયલ ટાઇમ મેનેજમેન્ટ સીસ્ટમ જરૂરી છે. કેટલા બેડ ભરાયેલા છે, કેટલા બેડ ખાલી છે, ખાલી થયા છે, તે બહાર ફ્લેશ થવું જોઇએ જેમ એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન પર સમય દર્શાવે છે, તેમ જેનાથી વેઇટીંગમાં રહેલ દર્દીને સાચી સ્થિતીનો ખ્યાલ આવશે તેમ  જિલ્લા કલેક્ટરએ ઉમેર્યું હતું.


    બેઠકમાં ઉપસ્થિત નવનિયુક્ત મ્યુ. કમિશ્નર આર.એમ. તન્નાએ સૌને ટીમ વર્ક સાથે કાર્યરત રહેવા જણાવ્યું હતું. બેઠકમાં આસીટન્ટ કલેક્ટર અંકીત પન્નુ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ડી.કે.બારીયા, સીવીલ સર્જન ડો. પી.એચ.લાખાણોત્રા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રીટેન્ડેટ ડો. સુશિલ કુમાર, ડો. રવિ ડેડાણીયાએ પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન સાથે આરોગ્ય સંબધી વિગતો આપી હતી.


કલેક્ટર કચેરીની વિવિધ શાખાની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર રચિત રાજ સમયનું ચુસ્ત પાલન તથા બિનજરૂરી મુલાકાતીઓને ના બેસાડવા પર ભાર મૂકી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું.          

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચીત રાજે ગઈકાલે કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી.તેમણે કર્મચારીઓને સમયપાલન સાથે શાખાને અધતન રાખવા અને સ્વચ્છતા અંગે કાળજી લેવા જણાવ્યુ હતુ.અગાઉથી પરવાનગી લીધા વગર રજા પર નહિ જવા અને કચેરીમાં બિનજરૂરી મુલાકાતીઓને બેસાડી ન રાખવા પણ સ્પષ્ટ સુચનાઓ આપી હતી.   કલેક્ટર કચેરી ખાતે  જિલ્લા કલેક્ટરએ હોમ, વહિવટ, એમ.એ.જી. જમીન શાખા, સમાજ સુરક્ષા સહિતની શાખાઓની મુલાકાત લઇ તલસ્પર્શી વિગતો મેળવી હતી.જિલ્લા કલેક્ટરે સમયમર્યાદામાં કામ નિપટાવવા સાથે શાખા અધિકારીઓને તેમની કામગીરી સંદર્ભે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરડિ.કે. બારીયા, આસીટન્ટ કલેકટર અંકીત પન્નુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એન. સરવૈયા સાથે રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS