જૂનાગઢ પોલીસે ગુમ થયેલ રૂ. ૧.૨૫ લાખનું મશીન શોધી માલિકને પરત કર્યું

  • July 31, 2020 01:15 PM 406 views

જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હિતેષભાઇ ભીખુભાઇ ચાવડાનુ ગુમ થયેલ   (કી. રૂ ૧,૨૫,૦૦૦/-) મશીન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતુ.  જૂનાગઢ હિતેષભાઇ ભીખુભાઇ ચાવડા કે જેઓ ઇન્ટરનેટ સર્વીસ પ્રોવાઇડર કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. આ દરમ્યાન તેઓને ફાઇબર કેબલ કપાઇ જાય તો ચેક કરવાનુ ઓટીડીઆર મશીન જે સક્કર બાગ પાસે પડી ગયેલ હોય આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરતા.


એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. આર.જી.ચૌધરી, હે.કો વિક્રમસિંહ જુંજીયા, પો.કો. દીનેશભાઇ જીલડીયા તેમજ જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કો. અનોપસિંહ ઝાલા, સહિતની ટીમ દ્વારા બનાવી સમયના સીસીટીવી ફુટેજ આધારે ઝીણવટ ભરી તપાસ કરતા, તે મશીન કોઇ રીક્ષા વાળાને રસ્તા ઉપર રેઢુ મળેલ હોય, તે રીક્ષાનો નંબર જીજે૨૩ એકસ ૫૭૭૦ મળી આવેલ હતો. રીક્ષાના નંબરના આધારે પોકેટ કોપઓમાં સર્ચ કરવામાં આવતા, રીક્ષા માલિક અજયભાઇ સુરેશભાઇ પરમાર નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષાના માલિકને પોતાને મળેલ વસ્તુ પરત આપવા માટે શોધ ખોળ કરેલ પણ કોઈ મળી આવેલ ના હતું. રીક્ષા માલિક દ્રારા એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી,ઓટીડીઆર મૂળ માલિકને પરત કરેલ હતુ. આમ, પોલીસ દ્વારા ઓટીડીઆર (કીમત રૂ ૧,૨૫,૦૦૦/-) મશીન હિતેષભાઇ ભીખુભાઇ ચાવડાને સહી સલામત પહોચાંડી દીધેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જિલ્લા કમાન્ડ  કંટ્રોલ પોલીસ અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હિતેષભાઇ ભીખુભાઇ ચાવડાને ગુમ થયેલ ઓટીડીઆર મશીન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application