જૂનાગઢ જિલ્લામાં ખરે ટાણે કામદારોને તરછોડી દેનાર સામે ફોજદારી રાહે પગલાં ભરાશે: ડો.સૌરભ પારઘી

  • October 28, 2020 11:34 AM 

 જુનાગઢ  સમગ્ર દેશમાં  કોરોનાવાયરસ ને પગલે  લોકડાઉનના કારણે ના પગલે ધંધા ઉદ્યોગ અને તમામ પ્રકારના રોજગાર બંધ કરી દેવામાં આવેલ છે .ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી પરપ્રાંતિય મજૂરો ની હિઝરતને લઈને ઉભી થયેલી મોટી સમસ્યા સામે  જૂનાગઢ જિલ્લા કલેકટર   ડો સૌરભ પારધી ના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર  એ કટોકટીના સમયે મજૂરોને રઝડતા મૂકી દેનારા માલિકો સામે આકરી કાર્યવાહી ની કવાયત હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામ કરતાં પરપ્રાંતી અને રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર સહિતના બિનગુજરાતી રાજ્યોના ખેત મજુર અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતાં શ્રમજીવીઓ ને સરકારના  લોકડાઉનના પગલે માલિકો એ મજૂરોને સાચવવાના બદલે કોઈપણ જાતની વ્યવસ્થા વગર ભગવાન ભરોસે રજા આપી દેવાતા આ મજૂરો  લોકડાઉનનામાં વાહન વ્યવહાર અને ટ્રેનો બંધ હોવાથી રામ ભરોસે ચાલીને  કરવા લાગતા લોકડાઉનના અને સોશિયલ ની વ્યવસ્થા સામે મોટો પ્રશ્ન ઉભો થયાનું વહીવટી તંત્રની નજરે આવતા  જુનાગઢ આસપાસના કેટલાક વિસ્તારોમાંથી વતન જઈ રહેલા મજુરોને પરત બોલાવી ને પોતપોતાના માલિકોના હવાલે કરીને વહીવટીતંત્રે તમામ માલિકોને તાકીદ કરી છે કે  લોકડાઉનના સુધી તમામ મજૂરોને પોતાના માલિક કોઈ તમામ વ્યવસ્થા સાથે સાચવી લેવાના જો મજૂરોને છૂટા કરી દેવાની અથવા તો વતન જવાની ફરજ પાડવાની તંત્રને જાણ થશે તો  મિલ માલિકો અને ઉદ્યોગપતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી જાહેરાત જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં કરી હતી. આ ઉપરાંત કલેકટર ડો સૌરભ પારધી એ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ૫૮૮ કેટલા વેપારીઓને વેપાર કરી શકે તે માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો શહેરમાં મહાનગર પાલિકા તંત્ર દ્વારા ૩૦૦ જેટલા વેપારીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે કાર્ડ  ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે નિયત સમયમર્યાદા દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર કટિબદ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS