જૂનાગઢ જિલ્લા પંચાયતનું ૫૨૭.૮૨ લાખ પુરાંતવાળું બજેટ મંજૂર

  • April 01, 2021 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ગઈકાલે વર્ષ ૨૦ ૨૧-  ૨૨ નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા અધ્યક્ષ થા માં યોજાયેલ બજેટ અંગે જિલ્લા પંચાયતની સૂચિત આવક ૪૭૧. ૮૭ જ્યારે ખુલતી સિલક ૯૪૪. ૪૬ લાખ મળી કુલ ૧૪ ૧૬. ૩૩ લાખ ની સામે ૮૮૮. ૭૫ લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે તેમજ વર્ષના અંતે ૫૨૭. ૫૮ લાખ ની પુરાંત જાહેર કરાઇ હતી. મંજૂર કરાયેલા બજેટમાં પ્રાથમિક શિક્ષણ માટે ૨૦૦ લાખ તેમજ આરોગ્ય ક્ષેત્રે ૫૭. ૧૦ લાખ બાંધકામ ક્ષેત્રે ૧૦૯ . ૫૦ લાખ પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રે  ૨૦ લાખ અને અનુસૂચિત જાતિના લોકો માટે ૬૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.
આ વર્ષના બજેટમાં નવા કરવેરા વધારવામાં આવ્યા નથી તેમ જ ઓછી આવક હોવા છતાં વિકાસ લક્ષી કાર્યો અને મહત્વ અને પ્રાધાન્ય આપવા જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેને ખાસ જણાવ્યું હતું.


વિવિધ સમિતિઓની રચના કરાઈ
ગઈકાલે બજેટ દરમિયાન વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કંચનબેન ડઢાણીયા, અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે શાંતાબેન ખટારીયા જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે દિલીપભાઈ સિસોદિયા, સિંચાઈ અને સહકાર સમિતિના અધ્યક્ષ તરીકે અતુલભાઇ ઘોડાસરા ખેતીવાડી પશુપાલન સમિતિના અધ્યક્ષ તરીકે નિર્મળાબેન બુસા આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણ ભાઈ પટોળીયા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે મધુબેન સાવલિયા મહિલા અને બાળ કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ તરીકે લાભુબેન ગુજરાતી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે જીવાભાઇ સોલંકી અને બાયોડાઈવર્સિટી મેનેજમેન્ટ સમિતિમાં સોમતભાઈ વાસણની નિમણૂક કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS