કોરોનાના કેસમાં 53ટકાનો ઉછાળો: રિકવરી રેટમાં આંશિક ઘટાડો

  • February 26, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 24 કલાકમાં 424 કોરોના નવા દર્દીઓ નોંધાયા

રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોના પર કાબૂ આવી રહ્યો હતો. કોરોનાના કેસોમાં દરરોજ ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ફરી એકવાર કોરોનાના કેસોમાં દૈનિક વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા દિવસમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં સીધો 52 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 424 કોરોના નવા દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતુ.

 


રાજ્ય સરકારના આરોગ્ય દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. કોરોનાને કારણે અમદાવાદમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 268571એ પહોચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક અત્યાર સુધી જીવલેણ વાઈરસ રાજ્યમાં 4,407 લોકોને ભરખી ચૂક્યો છે.તો હાલ 35 લોકો વેન્ટિલેટર પર છે.

 


નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 75 કેસ અને એકનું મોત થયું છે. સુરતમાં 87, વડોદરામાં 89, રાજકોટમાં 63 કેસ, જામનગરમાં 11 અને ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 7 અને જૂનાગઢમાં 7 કેસ, કચ્છમાં 11, આણંદ-ખેડામાં 7-7 કેસ, મહિસાગર-નર્મદામાં 6-6, અમરેલીમાં 5 કેસ, મહેસાણા-સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4 કેસ, ગીર સોમનાથ-પંચમહાલમાં 4-4, ભરૂચમાં 2 કેસ, બોટાદ, દાહોદ, નવસારીમાં 2-2 કેસ, અરવલ્લી, સુરેન્દ્રનગર, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

 


છેલ્લા 24 કલાકમા નવો એકપણ કેસ નહીં નોધાયેલ જિલ્લાઓમાં બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી.

 


રાજ્યના વિવિધ ભાગોથી 301 કોરોનાને માત આપવામાં સફળ રહેતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,62,172લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

 


હાલ રાજયમા કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1991 પર પહોંચી ગઈ છે. જેમાંથી 35 વેન્ટીલેટર પર છે, જ્યારે 1956ની હાલત સ્થિર છે. જ્યારે હવે રિકવરી રેટમાં આંશિક ઘટાડો આવ્યો છે. બુધવારે 97.66 ટકા રિકવરી રેટ હતો, જે ઘટીને 97.62 ટકા થઈ ગઈ છે.

 

તારીખ વાઇઝ વધારાની વિગત
છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કોરોના ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ગત તારીખ 18 ફેબ્રુઆરીએ 263 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે 25ફેબ્રુઆરીએ આ કેસની સંખ્યા 424 થવા પામી છે.
તા 18- 263.
તા19- 266.
તા20- 258.
તા.21- 283.
તા.22- 315.
તા.23- 348.
તા.23- 348.
તા24- 380.
તા.25- 424.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS