શાહરૂખને પહેલીવાર જોતાં જ જૂહી ચાવલાએ મચકોડું હતું મોઢું, આવું હતુ કારણ

  • May 16, 2021 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડ એકટ્રેસને જૂહી ચાવલા અને કિંગ ખાનના નામથી જાણિતા શાહખ ખાનની જોડીને પડદા પર ખૂબ પસદં કરવામાં આવતી હતી. આ બંનેએ ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે શાહખ ખાનને પહેલીવાર જોઇને જૂહી ચાવલાએ મોઢું બનાવી લીધું હતું. જૂહીને શાહખ ખાન બિલકુલ પણ પસદં આવ્યો ન હતો. 

 


એક જૂના વીડિયોમાં જૂહી અને શાહખ સાથે બેઠેલા છે અને એકટ્રેસ ફિલ્મ 'રાજૂ બન ગયા જેંટલમેન'ની શૂટિંગ વિશે જણાવી રહી હોય  છે. જૂહીએ જણાવ્યું કે તેમણે 'કયામત સે કયામત તક' ફિલ્મની  જેમાં તેમની સાથે આમિર ખાન હતા. આ ફિલ્મને કર્યા પછી તેમણે  'રાજૂ  બન ગયા જેંટલમેન'ની સ્ક્રિપ્ટ મળી જે તેમને ખૂબ ગમી હતી. ફિલ્મની કહાણી જાણ્યાપ અછી જૂહીએ કો–સ્ટાર વિશે જાણવા માંગ્યું. ફિલ્મ  મેકરે જણાવ્યું કે તે 'ફૌજી' સિરિયલમાં કામ કરી ચૂકયા છે. પરંતુ જૂહીએ તે સીરિયલ જોઇ ન હતી. ત્યારે મેકરે તેમને કહ્યું કે તે આમિર જેવા  દેખાય છે. આ સાંભળીને જૂહી ખુશ થઇ ગઇ હતી.   જૂહીએ વીડિયોમાં જણાવ્યું કે જ્યારે તે સેટ પર ગઇ તો તેમણે જોયું કે પાતળો,  ઘઉંવર્ણેા અને લાંબા વાળવાળો વ્યકિત ઉભો છે, જોકે કોઇપણ એંગલથી આમિર ખાન જેવો દેખાતો ન હતો. જૂહી જણાવ્યું કે તેમને જોયા  પછી મને અહેસાસ થયો કે હવે પાછી પાની ન કરી શકાય કારણ કે તેમણે ફિલ્મ સાઇન કરી લીધી છે.

 

જૂહીએ આગળ વીડિયોમાં જણાવ્યું કે  તેમને શાહખ ખાનની સાથે કામ કરવામાં મજા આવી. તે ભલે જ ન્યૂકમર હતા પરંતુ કોન્ફિડેંસ તેમની અંદર ભરપૂર હતો. પછી શાહખ  ખાન અને જૂહી ચાવલાની જોડીએ 'ડર' 'યસ બોસ', 'ફીર ભી દિલ હૈ હિંદુસ્તાની', 'વન ટૂ કા ફોર', 'રામ જાને' જેવી ઘણી ફિલ્મોમાં કામ  કયુ. તમને જણાવી દઇએ કે બંને બિઝનેસ પાર્ટનર પણ છે. શાહખ અને જૂહી ઈંડીયન પ્રીમિયર લીગમાં કલકત્તા નાઇટ રાઇડર્સના સહ  માલિક છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS