એક ડોઝથી કોરોનાથી રાહત, બ્રિટનમાં જોનસન એન્ડ જોનસનની સિંગલ શોટ રસીને મળી મંજૂરી

  • May 28, 2021 09:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યૂકે સરકારે શુક્રવારે ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસનની સિંગલ શોટ રસીને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈંકોકએ કહ્યું છે કે આ નિર્ણયથી યૂકેના સફળ કોરોના રસીકરણ કાર્યક્રમને મજબૂતી મળશે. હવે તેમની પાસે ચાર સુરક્ષિત રસી છે જેના વડે લોકોનું રસીકરણ કરાશે. સરકારનું માનવું છે કે આવનાર મહિનામાં સિંગલ શોટ રસીના કારણે રસીકરણમાં મોટો ફરક પડશે. 

 

બ્રિટનમાં આ રસીના 2 કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અમેરિકામાં થયેલા ટ્રાયલ દરમિયાન જોનસન એન્ડ જોનસનની રસી હળવા અને ગંભીર બંને પ્રકારના સંક્રમણને રોકવામાં 72 ટકા સફળ સાબિત થઈ છે. બ્રિટને અત્યાર સુધી 6.2 કરોડ રસીના ડોઝ લગાવેલા છે. વધારે ડોઝ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા અને ફાઈઝરની રસીના અપાયા છે. આ ઉપરાંત મોડર્નાની રસીને પણ અનુમતિ આપવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS