રાજ્યોમાં મિનિ લોકડાઉનથી 40 લાખ નોકરીઓ જશે

  • April 30, 2021 09:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારી ની બીજી લહેરથી હાહાકાર મચેલો છે અને હજુ પણ આગામી દિવસોમાં વધુ ખતરનાક પરિસ્થિતિ થવાની આગાહી કરવામાં આવી છે અત્યારે મોટાભાગના રાજ્યોમાં બંધ જેવા આદેશ અપાયા છે અને હવે તેને પગલે દેશમાં 40 લાખ જેટલી નોકરીઓ ઉપર ખતરો ઉભો થઈ ગયો છે.

 

 

રીટેઈલ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં નવેસરથી એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાંથી ચોંકાવનારી હકીકતો નીકળી છે અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને આ બાબતની જાણ કરી દેવામાં આવી છે અને એસોસિએશન દ્વારા આંકડાકીય માહિતી પણ અમને મોકલી દેવામાં આવી છે. એવી માગણી કરવામાં આવી છે કે નવેસરથી દેશમાં બંધ જેવી હાલત ને પગલે ઉત્પાદન માં ભયંકર અવરોધ સર્જાઈ ગયા છે અને આવક અને જાવક વચ્ચેનો ગેપ ફરી ત્રાસદાયક બનતો જાય છે.

 


જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મદદ કરવામાં નહીં આવે તો નાના મોટા વેપારીઓની હાલત વધુ ખરાબ થઇ જવાની દહેશત છે. એ જ રીતે જો સમયસર મદદ પહોંચાડવામાં નહીં આવે તો દેશમાં 40 લાખથી વધુ નોકરી ચાલી જશે અને ભયંકર બેરોજગારી ફરીથી દેશમાં ફાટી નીકળશે તેઓ ખરડો દેખાઈ રહ્યો છે અને સર્વેમાં આ પ્રકારની હકીકતો બહાર આવી છે અને કેન્દ્ર સરકારે તેને ગંભીરતાથી લેવી જોઈએ તેવી માગણી પણ કરવામાં આવી છે.

 

 


ઈમરજન્સી ક્રેડિટ લાઈનનો વિસ્તાર કરવાની જરૂર છે અને નાના-મોટા ધંધાર્થીઓને તેનો મહત્તમ લાભ આપવાની જરૂર છે તેવી માગણી પણ નાણા મંત્રી સમક્ષ કરવામાં આવી છે અને હવે નાણા મંત્રાલય તરફથી કેવો પ્રતિભાવ મળે છે તેના તરફ સૌની નજર મંડાયેલી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS